ગોંડલ સહિતના પંથકોમાં જીવલેણ હુમલા કરનાર અને ઘરફોડ કરતી બે ગેંગ સામે ગુજસીટોક

ઇમરાન ઉર્ફે ઇકુ ગેંગના આઠ તેમજ કાળીયા ગેંગના 9 મળી 17 સામે કાર્યવાહી

નિર્લિપ્ત રાય હવે જામનગર બાદ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક્શનમાં આવ્યાં હોય તેમ સૌરાષ્ટ્રમાં જીવલેણ હુમલા કરતી ગોંડલની ઈમલા ગેંગ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત કાળીયો ગેંગ સામે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરી છે. 17 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થતાં ગુનાખોરીમાં સોંપો પડી ગયો હતો.
ગોંડલના કટારીયા બંધુએ ગેંગ બનાવી હત્યાનો પ્રયાસ,મારામારી, હથીયાર રાખવા, દારૂ, જુગાર સહિતના ગુના આચરી આવકનું સાધન બનાવી ગોંડલ પંથકમાં કહેર મચાવ્યો હતો. એલસીબીની ટીમે નામચીન આઠ શખ્સો સામે ગુનો દાખલ કર્યો, છ શખ્સોની ધરપકડ, એક જેલમાં એક ફરાર હોય જેનો શોધખોળ આદરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને નેસ્ત નાબુદ કરી અવાર નવાર ગુના કરતા હોય તેવા શખ્સો વિરૂધ્ધ સખ્તાઇથી કડક હાથે કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી આ કામના આરોપીઓ દ્વારા પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે સંગઠીત થઇ પૂર્વ આયોજીત કાવતરૂ કરી આરોપી ઈરફાન ઉર્ફે ઈકુ હસન ઉર્ફે જમાલ કટારીયાની આગેવાની હેઠળ “ઈમલા ગેંગ” નામથી સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં ગોંડલ શહેર તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં શરીર સબંધી જેમાં ખુનની કોશિષ, ગંભીર ઇજા, મહાવ્યથા, ધમકી, હથિયારધાર જેવા ગંભીર પ્રકારના તેમજ પોતાના આર્થિક લાભ માટે દારૂ, જુગારને લગતા ગુના મળી કુલ-23 ગુના આચરી ભયનું વાતાવરણ ઉભુ કરી કર્યું હતું.
પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોવાનું જણાયેલ જેથી રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીની ટીમે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ગુનાના કુલ-8 આરોપીઓ પૈકી કુલ-6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 1 આરોપી જયુડીશીયલ કસ્ટડીમાં છે. 1 આરોપી પકડવાનો બાકી છે.
ગોંડલની કુખ્યાત ઇમલા ગેંગના શખ્સો
જે આરોપીઓ સામે ગુજસીટોક દાખલ થઈ છે તેમ ઇરફાન ઉર્ફે ઇકુ હસન ઉર્ફે જમાલ કટારીયા (રહે. ગોંડલ, વોરાકોટડા રોડ) સામે હત્યાનો પ્રયાસ સહિત ગંભીર પ્રકારના 17 ગુના નોંધાયેલ છે. ઇમરાન ઉર્ફે ઇમલો હસન ઉર્ફે જમાલ કટારીયા, (રહે ગોંડલ, વોરાકોટડા રોડ, ચિશ્તીયા મસ્જીદ પાસે, ગોંડલ), ફુરીન ઉર્ફે ભોલીયો દિલાવર મકરાણી (રહે. ગોંડલ, ગુંદાળા દરવાજા પાસે, ગઢની સંગ વાળી સેરી), શકીલ હસન ઉર્ફે જમાલ કટારીયા (રહે ગોંડલ, વોરાકોટડા રોડ, ચિરતીયા મસ્જીદ પાસે), હસન ઇસ્માઇલ કટારીયા (રહે ગોંડલ, વોરાકોટડા રોડ. ચિશ્તીયા મસ્જીદ પાસે), સરફરજ ઉર્ફે નોડી હુશેન શેખ (રહે ગોંડલ, વોરા કોટમ રોડ, આવાસ યોજના કવાર્ટર્સ બ્લોક નં.સી-24) નવાજ ઉર્ફે બાંબુટ દિલાવર પઠાણ, (રહે ગોંડલ, વોરા કોટડા રોડ, પંચપીરની પાર, હરકો સોસાયટી) અને શાહરૂખ ઇબાહીમ માંડલીયા (વોરા કોટડા રોડ, પંચપીરની ધાર, હુડકો સોસાયટી,ગોંડલ) સામે કાર્યવાહી થઈ છે.
કાળિયો ગેંગના સાગરીતો
રણજીત ઉર્ફે સહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળીયો ધીરૂ સોલંકી (રહે. હાલ. ગોંડલ આશાપુરા ચોકડી નદીના કાંઠે, ગોંડલ) જેની સામે ચોરીના 22 ગુના, વિક્રમ ઉર્ફે વિકુ ઉર્ફે વિજય ધીરુ સોલંકી (રહે. હાલ ગોંડલ આશાપુરા ચોકડી નદીના કાંઠે), વિરુદ્ધ કુલ 30 ગુના, દેવચંદ ધીરૂ સોલંકી (રહે. હાલ. ગોંડલ આશાપુરા ચોકડી નદીના કાંઠે), નારણ ઉર્ફે નરેશ ધીરૂભાઇ સોલંકી (રહે. હાલ. ગોંડલ આશાપુરા ચોકડી નદીના કાંઠે), જીતેશ ઉર્ફે કદી ઉર્ફે જીતો નવલ ઉર્ફે મુની વાઘેલા (રહે. હાલ શિવરાજગઢ ગોંડલ), ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલ ઉર્ફે મુની વાઘેલા (રહે વાંસાવડ સાણથલી દરવાજા, ગોંડલ) અને પ્રકાશ ઉર્ફે પકો સવજી ઉર્ફે સવા વાઘેલા (રહે કેશવાળા મેઇન રોડના કાંઠે,ગોંડલ), સાગર અશોક ઉર્ફે બાવ ચારોલીયા (રહે. હાલ પ્રેમગઢ,જેતપુર) તેમજ વિજય ઉર્ફે વિજ ઉર્ફે વિજલો અમરશી ચારલા (રહે. હાલ રાજકોટ કુબલીયાપરા થોરાળા પોલીસ સ્ટેશન પાસે) નો સમાવેશ થાય છે.
બે કુખ્યાત ગેંગ સામે કામગીરી કરનાર ટીમ
બે કુખ્યાત ગેંગ સામે કામગીરી કરનાર ટીમમાં એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, રોહિતભાઇ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, ભાવેશભાઇ ચાવડા સહિતની ટીમ રોકાયેલ હતી.

રિલેટેડ ન્યૂઝ