હડમતીયા ગોલીડા ગામે શ્રમિક યુવતીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

મૃતદેહ કલાકો સુધી વૃક્ષ પર લટકતો જોવા મળ્યા બાદ આજી ડેમ પોલીસ પહોંચી

રાજકોટ શહેરના છેવાડે આવેલ હડમતીયા ગોલીડા ગામે શનિવારે સવારે આચનક ગુમ થયેલી 20 વર્ષીય શ્રમિક યુવતીની વાડી વિસ્તારમાં ઝાડની ડાળીમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતા આ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ હડમતીયા ગોલીડા ગામે ખાતે વાડી વિસ્તારમાં રહેતી મનીષાબેન જંગલભાઈ જોડા ઉ.વ. 20 નામની શ્રમિક યુવતી શનિવારે સવારથી પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી,
જે બાદ તેણીના ભાઈએ બહેનની શોધખોળ કરતાં વાડીથી થોડી દૂર આવેલ લીમડાના વૃક્ષમાં મનીષા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળતા આ બનાવ અંગે જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી જઈ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી.
તેમજ આ અંગે આજીડેમ પોલીસ ને જાણ કરવામાં આવતા તે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક બે મહિના પૂર્વે જ ભાઈ સાથે ખેત મજૂરી કરવા આવી હતી. તેણી એક ભાઈ એક બહેનમાં નાની હતી હાલ પોલીસે યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે વધુ તપાસ હાથ ઘરી છે.

રિલેટેડ ન્યૂઝ