જુમહૂરી સ્ટ્રીટ, નાસેર ખોસરો સ્ટ્રીટ અને ઈસ્તાંબુલ સ્ક્વેર જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
નેપાળ પછી હવે ઈરાનમાં પણ ય્ીહ ઢ પેઢી ખુલ્લેઆમ સરકાર સામે મેદૃાને ઉતરી આવી છે. રાજધાની તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં યુવાનો ધિસ ઇઝ ધ ફાઇનલ બેટલ જેવા સૂત્રો સાથે રસ્તાઓ પર ઉતરી રહૃાા છે. આ નારાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે લોકો હવે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે અંતિમ લડાઈ માટે તૈયાર છે. પ્રદૃર્શન માત્ર રસ્તાઓ સુધી સીમિત નથી રહૃાા. શોિંપગ મોલ, બજારો અને વ્યાવસાયિક વિસ્તારો પણ વિરોધનું કેન્દ્ર બની ગયા છે. સુરક્ષા દૃળો દ્વારા આંસુ ગેસ અને રબર બુલેટનો ઉપયોગ છતાં, પ્રદૃર્શનકારીઓ પછાત પડતા નથી.
ઈરાનમાં આ જનઆંદૃોલનનું સૌથી મોટું કારણ દૃેશની ડગમગતી અર્થવ્યવસ્થા છે. અમેરિકાના કડક પ્રતિબંધો અને પ્રાદૃેશિક સંઘર્ષોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર દૃબાણમાં છે. ઈરાનની કરન્સી રિયાલ ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં એક ડોલર સામે રિયાલની િંકમત ૧૪ લાખ સુધી પહોંચી હતી, જેના કારણે મોંઘવારી ભયાનક રીતે વધી ગઈ છે. ખોરાક, દૃવાઓ અને રોિંજદૃી જરૂરિયાતોની વસ્તુઓ સામાન્ય લોકોની પહોંચ બહાર જઈ રહી છે. શરૂઆતમાં વેપારીઓ અને દૃુકાનદૃારો રસ્તાઓ પર ઉતર્યા, પરંતુ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને મધ્યવર્ગ પણ આ વિરોધમાં જોડાઈ ગયા.
ય્ીહ ઢ પેઢી માત્ર મોંઘવારીથી જ નહીં, પરંતુ વર્ષોથી ચાલતી કડક શાસન વ્યવસ્થા, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ અને ભવિષ્યની તકોના અભાવથી પણ નારાજ છે. યુવાનો માને છે કે દૃેશનું નેતૃત્વ તેમની સમસ્યાઓ સમજવામાં નિષ્ફળ રહૃાું છે. આ કારણોસર આંદૃોલન હવે માત્ર આર્થિક નહીં, પરંતુ રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી રહૃાું છે.
