પુટીનના આવાસ પર યુક્રેનના હુમલાથી વડાપ્રધાન મોદી ચિંતીત

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના દળોએ મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનના આવાસને ટાર્ગેટ કરી કરાયેલા હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પોસ્ટમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુટીનના આવાસને ટાર્ગેટ કરાયા તે ખૂબજ ચિંતાની વાત છે અને શાંતિ માટે આગળ વધવા ડિપ્લોમેટીક સંચાર જ અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. મોદીએ જણાવ્યું હતું કે સંબંધીત તમામ પક્ષોને અમો આ પ્રકારના રાજદ્વારી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવા વિનંતી કરીએ છીએ અને એમાં કોઈપણ કામથી દુર રહેવું જોઈએ. જે આ પ્રયાસોને નબળા પાડે છે. અગાઉ રશિયાએ દાવો કર્યો હતો કે ગઈરાત્રીના રાષ્ટ્રપતિ આવાસ પર ઈનડ્રોન લાંબા અંતરના અનમેન્ડ એરીયલ વ્હીકલ (યુએવી)થી હુમલો કરાયો હતો.પુટીન મોસ્કોના ઉતર પશ્ર્ચીમ નોવોગ્રાડમાં વિશાળ આવાસ ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ