વેન્ોઝુએલા પર અમેરિકાના હુમલા અંગ્ો ભારતની પ્રતિક્રિયા વેન્ોઝુએલા મુદ્દે વાતચીતથી શાંતિપ્ાૂર્ણ સમાધાન માટે તમામ પક્ષોન્ો ભારતની અપીલ

વેન્ોઝુએલામાં ભારતીયોન્ો બિનજરૂરી પ્રવાસથી બચવા સલાહ

વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ભારતે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદૃેશ મંત્રાલયે સત્તાવાર નિવેદૃન જાહેર કરી વેનેઝુએલાના ઘટનાક્રમ પર િંચતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને શાંતિની અપીલ કરી છે. વેનેઝુએલાની પરિસ્થિતિ પર ભારતની સતત નજર છે.
વિદૃેશ મંત્રાલયે કહૃાું છે, કે વેનેઝુએલામાં વર્તમાન ઘટનાક્રમ િંચતાનો વિષય છે. અમે બદૃલાતી પરિસ્થતિ પર સતત નજર રાખી રહૃાા છીએ. વેનેઝુએલાના લોકોના હિત અને સુરક્ષાનું અમે સમર્થન કરીએ છીએ. તથા તમામ સંબંધિત પક્ષોને અપીલ કરીએ છીએ કે વાતચીતના માધ્યમથી શાંતિપૂર્ણ રીતે સમાધાન લાવે. જેથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે. કારાકાસમાં ભારતીય એમ્બેસી સતત ભારતીય લોકો સાથે સંપર્કમાં છે. નોંધનીય છે કે અગાઉ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. વેનેઝુએલામાં રહેતા ભારતીયોને ગેરજરૂરી યાત્રાથી બચવા સલાહ આપવામાં આવી હતી. અમેરિકાની સેનાએ વેનેઝુએલાના સૈન્ય અડ્ડા પર ભીષણ હુમલો કર્યો. જે બાદૃ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદૃુરો અને તેમની પત્ની સિલિયા લોરેસને કેદૃ કરી લેવાયા. અમેરિકાની સેના તેમને વિશેષ વિમાનમાં ન્યૂયોર્ક લઈ ગઈ. અમેરિકા સતત વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આતંકવાદૃનો આરોપ લગાવતું રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ