પ્રમુખ ટ્રમ્પનો વધુ એક દૃાવો
આ ઓઈલ બજાર કિંમતે વેચવામાં આવશે અને તેમાંથી થતી આવક પર મારું નિયંત્રણ રહેશે : ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક દૃાવાએ વૈશ્ર્વિક બજારમાં હલચલ મચાવી દૃીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને ૫૦ મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું ઓઈલ આપવા સંમત થઈ છે. આ જાહેરાત વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝના શપથ ગ્રહણના બીજા જ દિૃવસે કરવામાં આવી છે, જે બંને દૃેશો વચ્ચેના બદૃલાતા રાજદ્વારી સંબંધોનો સંકેત આપે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘આ ઓઈલ બજાર િંકમતે વેચવામાં આવશે અને તેમાંથી થતી આવક પર અમેરિકાના પ્રમુખ હોવાના કારણે મારું નિયંત્રણ રહેશે. આ રકમનો ઉપયોગ અમેરિકા અને વેનેઝુએલાના લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે. ટ્રમ્પે ઉર્જા સચિવ ક્રિસ રાઈટને આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકવા સૂચના આપી દૃીધી છે, જેથી સ્ટોરેજ જહાજો દ્વારા ઓઈલ સીધું અમેરિકાના ડોક સુધી પહોંચાડી શકાય.વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઓઈલનું ઉત્પાદૃન પહેલેથી જ થઈ ચૂક્યું છે અને તે બેરલમાં ભરી દૃેવામાં આવ્યું છે. હાલમાં આ જથ્થાનો મોટો ભાગ જહાજો પર છે, જેને રિફાઇન કરવા માટે મેક્સિકોના અખાતમાં આવેલી અમેરિકન ફેસિલિટીઝમાં મોકલવામાં આવશે.
