પાકિસ્તાન દૃુનિયાનો પાંચમો સૌથી નબળો પાસપોર્ટ
ભારતીય પાસપોર્ટની તાકાત ગત એક વર્ષમાં વધી છે. પાસપોર્ટ રેર્િંન્કગ ઈશ્યુ કરતી ઓર્ગેનાઇઝેશન હેનલી એન્ડ પાર્ટનર્સની ૨૦૨૬ની રેર્િંન્કગમાં ભારત ૫ નંબરની છલાંગ લગાવીને ૮૦માં નંબરે પહોંચી ગયો છે. વર્ષ ૨૦૨૫માં ભારતની રેર્િંન્કગ ૮૫મી હતી. નવા રેર્િંન્કગ અનુસાર, ભારતીય નાગરિકો હવે ૫૫ દૃેશોમાં વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઇવલ ટ્રાવેલ કરી શકશે. આ રેર્િંન્કગ પાસપોર્ટ ધારકોને પ્રિ વિઝા વિના કેટલા દૃેશોમાં પ્રવેશ કરવાની મંજૂરી છે, તેના આધારે નક્કી કરવામાં આવે છે.
બીજી તરફ પાકિસ્તાની પાસપોર્ટ દૃુનિયાનો ૫મો સૌથી નબળો પાસપોર્ટ છે. પાકિસ્તાનની નવી રેર્િંન્કગ ૯૮મી છે. ગત વર્ષે ૨૦૨૫માં પાકિસ્તાનની રેર્િંન્કગ ૧૦૩ હતી, તેમજ બાંગ્લાદૃેશી પાસપોર્ટ ૯૫માં નંબરે છે અને દૃુનિયાનો ૮મોં સૌથી નબળો પાસપોર્ટ છે.
િંસગાપોર સતત બીજા વર્ષે દૃુનિયાનો સૌથી તાકાતવર પાસપોર્ટ રહૃાો છે, જેને ૨૨૭માંથી ૧૯૨ દૃેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. જાપાન અને દૃક્ષિણ કોરિયા બીજા નંબરે છે, જ્યાંના નાગરિકોને ૧૮૮ દૃેશોમાં વિઝા ફ્રી યાત્રા કરવાની અનુમતિ છે.
ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ ૧૮૬ દૃેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી સાથે ત્રીજા સ્થાને છે. જોકે, અફઘાનિસ્તાની પાસપોર્ટ વિશ્ર્વનો સૌથી નબળો પાસપોર્ટ છે, જે આ યાદૃીમાં ૧૦૧માં ક્રમે છે.
પાકિસ્તાન આ રેર્િંન્કગમાં ૫ સ્થાન આગળ આવ્યું છે. પાકિસ્તાનની નવી રેર્િંન્કગ ૯૮મી છે. વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાન ૧૦૩મા ક્રમે હતું. જોકે, તેનો પાસપોર્ટ વિશ્ર્વનો ૫મો સૌથી નબળો પાસપોર્ટ છે. પાકિસ્તાની નાગરિકો ૩૧ દૃેશોમાં વિઝા-ફ્રી યાત્રા કરી શકે છે.
