ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પની જીદૃ સામે યુરોપના દૃેશોમાં એકતા જોવા મળી
‘મેક અમેરિકા ગો અવેના નારા લગાવાયા:ટ્રમ્પ સામે વધતો આક્રોશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની યોજનાના વિરોધમાં યુરોપના દૃેશો એક થઈ ગયા છે. અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણયના વિરેધમાં ગ્રીનલેન્ડના પાટનગર નુકમા રવિવારે યોજાયેલી કૂચમાં ૪૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. એ જ રીત્ો ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં પણ યોજાયેલી વિરોધ રેલીમાં હજારો લોકો એકત્ર થયેલા નજરે પડે છે.
ન્ાૂક, કોપનહેગન સહિતના ઘણા શહેરોમાં વિરોધ-પ્રદૃર્શન રેલીઓ યોજાઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્કના સ્વાયત્ત પ્રદૃેશ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઇચ્છા જતાવતાં યુરોપમાં તણાવ ઊભો થયો છે. ટ્રમ્પની નીતિઓની વ્યાપક ટીકા થઈ છે. ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટે અમેરિકા સૈન્ય કાર્યવાહી પણ કરી શકે એમ છે, એવી ટ્રમ્પની ધમકીના જવાબમાં ૧૭ જાન્યુઆરીના રોજ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના હજારો નાગરિકોએ વિરોધ પ્રદૃર્શનો કરીને ‘સ્ટ્ઠાી છદ્બીિૈષ્ઠટ્ઠ ર્ય્ છુટ્ઠઅ (અમેરિકાને દૃૂર કરો)ના ઝંડા લહેરાવ્યા હતા.
ગ્રીનલેન્ડની રાજધાની નૂક અને ડેનમાર્કની રાજધાની કોપનહેગન સહિત ઘણા શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી હતી. પ્રદૃર્શનકારીઓએ ‘કલાલ્લિત નુનાત! (ગ્રીનલેન્ડિક ભાષામાં ગ્રીનલેન્ડનું નામ) અને ‘ય્િીીહઙ્મટ્ઠહઙ્ઘ ૈજ ર્હં ર્કિ જટ્ઠઙ્મી! (ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી!) જેવા નારા લગાવ્યા હતા. ઘણા લોકોએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યા હતા અને ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરતા પ્લેકાર્ડ પકડ્યા હતા.
ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના ઢંઢેરામાં સ્છય્છ (સ્ટ્ઠાી છદ્બીિૈષ્ઠટ્ઠ ય્િીટ્ઠં છખ્તટ્ઠૈહ અમેરિકાને ફરી મહાન બનાવીએ) એવું સ્લોગન આપ્યું હતું. એમણે પહેરેલી સ્છય્છ લખેલી ટોપી પણ દૃુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પનો વિરોધ કરવા નીકળેલા પ્રદૃર્શનકારીઓએ ટ્રમ્પે પહેરેલી એવી જ ટોપીઓ પહેરેલી હતી, પણ એના પર ‘મેક અમેરિકા ગ્રેટ એગેઈનને બદૃલે ‘મેક અમેરિકા ગો અવે લખેલું હતું. આ ઉપરાંત, ‘અમેરિકા પાસે ખૂબ બધો બરફ છે (એટલે કે અમેરિકાએ ગ્રીનલેન્ડ જેવા બર્ફિલા પ્રદૃેશને હસ્તગત કરવાની કોઈ જરૂર નથી) જેવા વ્યંગાત્મક સંદૃેશા પણ જોવા મળ્યા હતા. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન પણ નૂક ખાતે પ્રદૃર્શનમાં સામેલ થયા હતા. તેઓ પરંપરાગત ઇનુઇટ ગીતો ગાતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. તેમણે ભીડને સંબોધિત કરીને ગ્રીનલેન્ડના હક માટે આગ્રહ કર્યો હતો. પ્રદૃર્શનમાં ભાગ લેનાર લોકોનો સ્પષ્ટ સંદૃેશ હતો કે ગ્રીનલેન્ડ એક સ્વતંત્ર ઓળખ ધરાવતો પ્રદૃેશ છે અને તેના ભવિષ્ય અંગેનો નિર્ણય માત્ર ત્યાંના લોકો જ લઈ શકે. વિરોધ દૃરમિયાન પ્રદૃર્શનકારીઓ એ નવા બનેલા વિસ્તારમાંથી પસાર થયા, જ્યાં અમેરિકાનું નવું કોન્સ્યુલેટ ખસેડવાની યોજના છે. હાલમાં યુએસ કોન્સ્યુલેટ એક નાનાં લાલ લાકડાના મકાનમાંથી કાર્યરત છે, જ્યાં માત્ર ૪ કર્મચારીઓ કામ કરે છે. આ સ્થળ પણ વિરોધનું પ્રતીક બની ગયું છે. યુરોપ અને ખાસ કરીને ડેનમાર્કમાં તીવ્ર પ્રતિક્રિયા આવી છે.ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવાની ઈચ્છા વારંવાર વ્યક્ત કરી છે. તેઓ એવી દૃલીલ કરે છે કે આર્કટિકમાં આવેલો આ ટાપુ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે અને તેની પાસે ઘણા દૃુર્લભ ખનિજો છે. ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માટે તેઓ લશ્કરી કાર્યવાહી કરવા પણ તૈયાર હોવાનું કહી ચૂક્યા છે.
ગ્રીનલેન્ડને ગજવે ઘાલવાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરનારા યુરોપના દૃેશો પર વધારાનો ટેરિફ લાદૃવાની ધમકી પણ ટ્રમ્પ આપી ચૂક્યા છે. તેમણે ગ્રીનલેન્ડ સાથે સંબંધ ધરાવતા ડેનમાર્ક, જર્મની, ફ્રાન્સ, યુ.કે. જેવા તમામ યુરોપિયન દૃેશો પર ૧૦% નવો ટેરિફ લાદૃવાની જાહેરાત કરી છે. સાથોસાથ તેમણે ચેતવણી પણ આપી છે કે જો ગ્રીનલેન્ડનો સોદૃો ન થાય, તો આ ટેરિફ જૂન મહિનામાં ૨૫% સુધી વધારી દૃેવામાં આવશે.
