અલ્લાહના નામોનું ઊંડું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે અને તેથી તે એવી વસ્તુઓ પર લખવા જોઈએ નહીં જેનો ઉપયોગ બેદૃરકારીથી થઈ શકે છે અથવા ફેંકી શકાય છે
સાઉદૃી અરેબિયામાં હવે ઘણી વસ્તુઓ પર અલ્લાહનું નામ લખાયેલું નથી. સાઉદૃી વાણિજ્ય મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સાઉદૃી વાણિજ્ય મંત્રાલય હેઠળ, પોલીથીન સહિત ઉપયોગ પછી ફેંકી દૃેવામાં આવતી ઘણી વસ્તુઓ પર હવે અલ્લાહનું નામ લખવામાં આવશે નહીં. અધિકારીઓ કહે છે કે આનો હેતુ અલ્લાહના પવિત્ર નામને એવી વસ્તુઓ પર લખવાથી અટકાવવાનો છે જેનો દૃુરુપયોગ થઈ શકે છે અથવા ઉપયોગ પછી ફેંકી દૃેવામાં આવે છે.
અલ-હુસેને સમજાવ્યું કે, આ પ્રતિબંધ સામાન્ય રીતે વ્યાપારી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, જેમ કે, શોિંપગ બેગ, પ્રોડક્ટ પેકેિંજગ અને પ્રમોશનલ વસ્તુઓ પર લાગુ પડે છે. ખાસ કરીને એવી વસ્તુઓ જે ટૂંકા ગાળાના ઉપયોગ માટે હોય છે અથવા પછી ફેંકી દૃેવામાં આવે છે. તેમણે કહૃાું કે, આવી વસ્તુઓનો વારંવાર દૃુરુપયોગ થાય છે અથવા કચરાપેટીમાં ફેંકી દૃેવામાં આવે છે.
જેનાથી પવિત્ર નામોનું અપમાન થવાનું જોખમ રહેલું છે. મંત્રાલયના સત્તાવાર ઠ એકાઉન્ટ પર જાહેર કરાયેલા નિવેદૃનમાં, અબ્દૃુલરહેમાન અલ-હુસેને જણાવ્યું હતું કે, આ નિર્ણય અલ્લાહના પવિત્ર નામોને સાચવવા અને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અલ્લાહના નામોનું ઊંડું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે અને તેથી તે એવી વસ્તુઓ પર લખવા જોઈએ નહીં જેનો ઉપયોગ બેદૃરકારીથી થઈ શકે છે અથવા ફેંકી શકાય છે.
