મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શંકરાચાર્ય દ્વારા સ્નાન કરવા માટે બહિષ્કાર, કહૃાું મારા શિષ્યોને માર્યા

મૌની અમાસના પવિત્ર અવસર પર જ્યાં એક તરફ સંગમ નગરી પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહૃાા છે, ત્યાં બીજી તરફ શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદૃે સ્નાન કરવાનો ઇનકાર કરીને એક મોટો વિવાદૃ સર્જ્યો છે. તેમણે પ્રશાસન પર તેમના શિષ્યો સાથે મારપીટ કરવાનો અને માર મારવા માટે ઈશારા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં કહૃાું કે, પોલીસના મોટા મોટા અધિકારી મારી નજર સામે મારા શિષ્યોને થપ્પડ મારી રહૃાા હતા. છાતીમાં મારીને નીચે પાડી દૃીધા. આ શ્યો જોઈને મેં નક્કી કર્યું કે આજે સ્નાન કરવા નથી જવું. અમે પરત ફરવા લાગ્યા તે પછી પણ પોલીસ મારતી રહી. પોલીસને મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે જ આદૃેશ આપ્યા હશે. કુંભમેળામાં નાસભાગ મામલે મેં યોગી આદિૃત્યનાથને જવાબદૃાર ઠેરવ્યા હતા. ત્યારથી જ તેઓ મારા પર ગુસ્સે છે અને આજે બદૃલો લઈ રહૃાા છે. પ્રયાગરાજના ડિવિઝનલ કમિશનર સૌમ્યા અગ્રવાલે સમગ્ર મામલે કહૃાું કે, સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદૃ મંજૂરી વિના આગળ વધી રહૃાા હતા અને પોલીસના બેરિકેડ પણ તોડ્યા. તેમને રોકીને અપીલ કરવામાં આવી કે તમે સામાન્ય શ્રદ્ધાળુની જેમ સ્નાન કરી લો. કારણ કે સંગમ પર લાખોની ભીડ હતી અને કોઈ પણ અનિચ્છનિય ઘટના થઈ શકે તેમ હતી. તેમ છતાં તેઓ માન્યા નહીં અને ત્રણ કલાક સુધી રસ્તો રોકી રાખ્યો. તેમણે અવ્યવસ્થા ફેલાવી.
શંકરાચાર્યના વિવાદૃ વચ્ચે, મૌની અમાસ પર પ્રયાગરાજમાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે. મોડી રાત્રે ૧૨ વાગ્યાથી જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સંગમ તરફ શરૂ થઈ ગયો હતો. પ્રશાસનના અંદૃાજ મુજબ, ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરે તેવી શક્યતા છે, જ્યારે અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે.
સંગમ નોઝ પર ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને પીએસીના જવાનો તૈનાત છે અને સીટી વગાડીને લોકોને એક જગ્યાએ ઉભા રહેવાથી રોકી રહૃાા છે.
આટલી મોટી ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સુરક્ષાનો અભૂતપૂર્વ બંદૃોબસ્ત કરવામાં આવ્યો છે. સ્નાન ઘાટો પર જલ પોલીસ, દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ અને ગોતાખોરોની ટીમો તૈનાત છે. આ ઉપરાંત, સમગ્ર મેળા વિસ્તારમાં પોલીસ, ઁછઝ્ર, ઇછહ્લ, મ્ડ્ઢજી અને ેંઁ છ્જીના કમાન્ડો સાથે ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ઝ્રઝ્ર્ફ અને ડ્રોન કેમેરાથી સમગ્ર માઘ મેળા પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ શંકાસ્પદૃ વ્યક્તિ કે વસ્તુ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ