અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદૃવાની ઈચ્છા અને તેને અમેરિકાના કબજામાં લેવાની ધમકીઓ વચ્ચે હવે આર્કટિક ક્ષેત્રમાં સૈન્ય હલચલ તેજ થઈ ગઈ છે. અમેરિકાએ ગ્રીનલેન્ડના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના એવા પિટુફિક સ્પેસ બેઝ પર નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડના વિમાન તૈનાત કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ પગલું ઉત્તર અમેરિકાની સુરક્ષા અને મિસાઈલ વોર્નિંગ સિસ્ટમ માટે જરૂરી છે અને આ અંગે ડેનમાર્ક તેમજ ગ્રીનલેન્ડને અગાઉથી જાણ કરવામાં આવી હતી.બીજી તરફ, ડેનમાર્કે પણ ગ્રીનલેન્ડમાં પોતાની સૈન્ય હાજરીમાં મોટો વધારો કર્યો છે. ડેનમાર્ક દ્વારા સેના પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં સૈનિકો અને લશ્કરી સાધનો નૂક અને કાંગેરલુસુઆક ખાતે ઉતારવામાં આવ્યા છે. નાટો દૃેશોનું કહેવું છે કે આ તૈનાતી ગ્રીનલેન્ડની સ્વાયત્તતાના રક્ષણ માટે કરવામાં આવી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન રાષ્ટ્રીય સુરક્ષાના બહાને આ સંસાધન-સમૃદ્ધ ટાપુ પર નિયંત્રણ મેળવવા માંગે છે.ગ્રીનલેન્ડ મુદ્દે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે અત્યંત કડક આર્થિક વલણ અપનાવ્યું છે. યુરોપિયન દૃેશો દ્વારા ગ્રીનલેન્ડમાં કરવામાં આવેલી સૈન્ય ગતિવિધિઓના જવાબમાં, અમેરિકાએ ડેનમાર્ક, બ્રિટન, ળાન્સ અને જર્મની સહિતના દૃેશો પર ૧૦% વધારાની આયાત ડ્યુટી(ટેરિફ) લાદૃવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ ૧ ફેબ્રઆરીથી અમલમાં આવશે અને જો ગ્રીનલેન્ડના વેચાણ બાબતે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો ૧ જૂનથી આ શુલ્ક વધારીને ૨૫% કરી દૃેવાની ચીમકી પણ આપવામાં આવી છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી ગ્રીનલેન્ડની સંપૂર્ણ ખરીદૃી અંગે કરાર નહીં થાય,
રિલેટેડ ન્યૂઝ
-
આજથી નીતીન નબીન મારા બોસ, હું તેમનો કાર્યકર્તા: વડાપ્રધાન મોદી
અમારે ત્યાં અધ્યક્ષ બદલે છે, આદર્શ નહીં: વડાપ્રધાન ભાજપના 12માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચુંટાયેલા નીતીન... -
સોના-ચાંદીમાં તેજીનું તાંડવ ચાલુ સોનુ 1,પ3,000 : ચાંદી 3,21,000
વૈશ્ર્વિક ઉછાળા વચ્ચે બંનેમાં નવા ઉંચા ભાવ : રાજકોટમાં હાજર સોનામાં 4200 તથા ચાંદીમાં 17પ00નો ઉછાળો... -
શેરબજારમાં કોહરામ: ૧૦૦૦ પોઈન્ટનો કડાકો; રોકાણકારોની મૂડીમાં રૂા.૧૦ લાખ કરોડનું ધોવાણ
વૈશ્ર્વિક ઘટનાક્રમોના ગભરાટ હેઠળ વેચવાલીનો પ્રચંડ મારો:મીડકેપ ઇન્ડેકસ 1700 પોઇન્ટ ગગડયો : તમામે તમામ સેકટરના શેરો...
