ચીનની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે એઆઈ ડેસ્ક લગાવવામાં આવી

ચીનની શાળાઓમાં અભ્યાસ કરવાની પદ્ધતિ ઝડપથી બદલાઈ રહી છે. બ્લેકબોર્ડ અને સામાન્ય બેન્ચની જગ્યાએ હવે એઆઈ સાથે જોડાયેલા ડેસ્ક વર્ગખંડોમાં લગાવવામાં આવી રહ્યા છે.
આ ડેસ્ક બાળકોની શીખવાની ક્ષમતાને સમજીને તેના મુજબ અભ્યાસમાં મદદ કરે છે. આ પહેલને શિક્ષણને વધુ ટેકનિકલ અને ભવિષ્યમુખી બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત સ્થિત ચીનના દૂતાવાસની પ્રવક્તા યુ જિંગે એક્સ પર વીડિયો પોસ્ટ કરીને તેની માહિતી આપી છે. આ ડેસ્કમાં સ્ક્રીન લગાવવામાં આવેલી હોય છે. તેમાં એઆઈ સોફ્ટવેર હોય છે અને તે ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે. આ ડેસ્ક બાળકોની વાંચન અને શીખવાની રીતને સમજે છે. કયું બાળક નબળું છે તે ઓળખે છે અને તે મુજબ અભ્યાસ માટેનું ક્ધટેન્ટ દર્શાવે છે.

રિલેટેડ ન્યૂઝ