અમેરીકાએ ભારત પરનો ટેરીફ રપમાંથી ઘટાડી 18 ટકા કર્યો

ટમ્પનો દાવો: ભારત રશીયા પાસેથી નહી વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે

અમેરિકાએ ભારત પર લગાવેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે. હવે ભારત પર કુલ 43 ટકા ટેરિફ જ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ આ જાહેરાત કરી છે.
અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલીવાર 1 ઓગસ્ટે વ્યાપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% એકસ્ટ્રા ટેરિફ લગાવવામાં આવ્યો હતો. સોમવારે જે ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તે આ એક્સ્ટ્રા 25 ટકા પર ઘટાડવામાં આવ્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા ખૂબ જ સારા મિત્ર છે અને પોતાના દેશના એક મજબૂત અને સન્માનિત નેતા છે. અમારી વાતચીત અનેક મુદ્દાઓ પર થઈ, જેમાં વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવાના વિષયનો પણ સમાવેશ થાય છે. તેમણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા પર સંમતિ દર્શાવી છે. જરૂર પડશે તો તેઓ વેનેઝુએલા પાસેથી પણ તેલ ખરીદશે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવામાં મદદ મળશે, જ્યાં દર અઠવાડિયે હજારો લોકો માર્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા અને સન્માનના નાતે, અને તેમની વિનંતી પર, અમેરિકા અને ભારત વચ્ચે તરત જ એક વ્યાપાર સમજૂતી થઈ છે. આ અંતર્ગત અમેરિકા ભારત પર લાગતો રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કરશે. બીજી તરફ ભારત અમેરિકા સામેના પોતાના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે.

રિલેટેડ ન્યૂઝ