ટ્રમ્પનું અલ્ટીમેટમ નજીક આવતા જ ઇઝરાયેલ-અમેરિકાના ઇરાન પર ભીષણ હુમલા
શરીફ ટેકનોલોજી યુનિ. તબાહ:ડઝન બંધ વિમાનો-હેલિકોપ્ટર અન્ો લશ્કરી થાણા નાશ પામ્યા: પ્ોટ્રોકેમિકલ્સ પ્લાન્ટન્ો પણ નિશાન બનાવ્યા:ઇરાન્ો પણ ઇઝરાયેલ-ગલ્ફમાં હુમલા વધાર્યા
ઇઝરાયેલ- અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં પ્રમુખ ટ્ર્મ્પ્ો હોર્મુઝ જળમાર્ગ ખોલવા ઇરાનન્ો ૪૮ કલાકના અલ્ટિમેટમ વચ્ચે સોમવારે ઇઝરાયેલ-અમેરિકાએ ઇરાન પર કરેલા ભીષણ બોમ્બમારામાં ૧૩ લોકોના મોત થયા હતા. હુમલામાં ઇરાનની ટેક યુનિવર્સિટીન્ો નિશાન બનાવતા યુનિવર્સિટીના ડેટા સ્ોન્ટર ખંડેરમાં ફેરવાઇ ગયેલું શ્યમાન થાય છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આવેલા અલ્ટીમેટમ પુરુ થવાની કલાકો ગણાઈ રહી છે તે સમયે જ અમેરિકા-ઈઝરાયેલે વધુ આક્રમક બનાવેલા હુમલામાં તહેરાન પર હવાઈ હુમલામાં કાર્પેટ બોમ્બીંગ કરી પુરા ઈરાની પાટનગર પર ડર-દહેશતનો આરોપ સર્જી દીધો હતો અને પુરા તહેરાન પરના હુમલામાં 13 લોકો માર્યા ગયા છે.
અમેરિકા-ઈઝરાયેલી દળોએ દક્ષિણ-પશ્ર્ચિમ તહેરાનમાં ઈસ્લામ શહેર પાસે અનેક રહેણાંક ક્ષેત્રને નિશાન બનાવ્યા હતા તથા અહીની શરીફ યુનિ. પર પણ હુમલો કર્યો હતો અને અહી ભારે તબાહીનાં દ્રશ્યો સર્જી દીધા હતા. જેમાં ધ્વંશ થયેલી ઈમારતમાં હજું મોટી સંખ્યામાં લોકો કાટમાળમાં ફસાયેલા હોય તેમ માનવામાં આવે છે. જેના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ હુમલામાં તહેરાનથી શરીફ યુનિ. ઓફ ટેકનોલોજીને પણ નિશાન બનાવાઈ હતી. ઈરાનમાં હાલ યુદ્ધને જોતા તમામ શિક્ષણ સંસ્થાઓ ઓનલાઈન ચાલે છે. પુરા દિવસ અહી હવાઈ હુમલાની સાયરન તથા બોમ્બ ધડાકાના અવાજ સંભળાતા હતા. ઈરાનની આ ટેકનોલોજી યુનિ.એ દેશમાં મિસાઈલ કાર્યક્રમ સાથે જોડાયેલ છે અને તે ઈરાનના રિવોલ્યુશની ગાર્ડ જે દેશનું અર્ધલશ્કરી દળ કે તેના હસ્તક છે.
બીજી તરફ ઈરાને પણ કુવૈત, દુબઈ પરના હુમલા ચાલુ રાખ્યા છે તથા આ ક્ષેત્રમાં પણ અવારનવાર ડ્રોન-મિસાઈલ હુમલાની સાયરન વાગતી રહી હતી. અમેરિકા-ઈઝરાયેલના દળોએ ઈરાનના અનેક ક્ષેત્રોને પણ નિશાન બનાવ્યા છે. અમેરિકી પ્રમુખે ગઈકાલે જ ઈરાન જો મંગળવાર સુધી યુદ્ધવિરામ માટે તૈયાર ન થાય તો આ દેશને ખત્મ કરી નાખવા ધમકી મળી છે તો ઈરાને વળતા જવાબમાં તે ઈઝરાયેલના અને ગલ્ફમાં આ પાણી-વિજ-પ્લાંટ-પુલો અને તેમાં મહત્વના સ્થળોને નિશાન બનાવશે તેવી ચીમકી આપી છે.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઇઝરાયેલના ફાઇટર જેટ્સે ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ૩ મુખ્ય એરપોર્ટ અને અનેક સૈન્ય મથકોને નિશાન બનાવીને ભારે વિનાશ વેર્યો છે. તેહરાનનું મેહરાબાદૃ એરપોર્ટ, ઇસ્ફાહાનનું શાહિદૃ બેહેશ્તી એરપોર્ટ અને યઝદૃનું શાહિદૃ સદૃુઘી એરપોર્ટ ઇઝરાયેલી હુમલાનો મુખ્ય શિકાર બન્યા છે.ડઝનબંધ વિમાનો નાશ પામ્યા: સેટેલાઇટ તસવીરો અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અનુસાર, આ એરપોર્ટ પર પાર્ક કરેલા ડઝનબંધ લશ્કરી અને કાર્ગો વિમાનો નાશ પામ્યા છે. જેમાં રશિયન બનાવટના સુખોઈ વિમાનો અને ઈરાનના પશ્ર્ચિમી બનાવટના જૂના એફ-૧૪ ટોમકેટ વિમાનોનો સમાવેશ થાય છે.હેલિકોપ્ટર અને ડ્રોન યુનિટ્સ: ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના હેલિકોપ્ટર બેઝ પર પણ મિસાઈલ મારો કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એટેક હેલિકોપ્ટરો અને કામિકાઝે ડ્રોન ના જથ્થાને નષ્ટ કરી દૃેવાયો છે.સૈન્ય થાણાઓ પર નિશાન: ઇઝરાયેલે માત્ર એરપોર્ટ જ નહીં, પરંતુ ઈરાનના મિસાઈલ લોન્ચિંગ પેડ્સ, હથિયાર ઉત્પાદૃન કેન્દ્રો અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ (જેમ કે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ) પર પણ ભીષણ હુમલો કર્યો છે.
વર્તમાન પરિસ્થિતિમાં ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, “ઈરાન માટે હવે કોઈ સુરક્ષિત સ્થાન નથી, અમે તેમના આર્થિક અને સૈન્ય માળખાને તોડી પાડવાનું ચાલુ રાખીશું.”
આ હુમલા બાદૃ સમગ્ર વિશ્ર્વમાં તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહૃાો છે અને અમેરિકા સહિતના દૃેશો આ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરી રહૃાા છે, જોકે હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
