હાલ વિશ્ર્વમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે, જ્યારે ભારત ઝડપથી આગળ વધી રહૃાું છે
ભારત માટે આર્થિક ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. સરકારી આંકડાઓ મુજબ, ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્ર્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ૪.૧૮ ટ્રિલિયન ડોલરની કુલ ઘરેલુ ઉત્પાદૃન સાથે ભારત હવે વૈશ્ર્વિક આર્થિક શક્તિ તરીકે વધુ મજબૂત બની રહૃાું છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ બાદૃ હવે ભારતનું લક્ષ્ય જર્મનીને પાછળ છોડીને વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે. આ હેતુ ૨૦૩૦ સુધી પ્રાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ વિશ્ર્વમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે, જ્યારે ભારત ઝડપથી આગળ વધી રહૃાું છે.
વિત્ત વર્ષ ૨૦૨૫-૨૬ની બીજી ત્રિમાસિક દૃરમિયાન ભારતની રિયલ ય્ડ્ઢઁ વૃદ્ધિ ૮.૨ ટકા નોંધાઈ છે. આ વૃદ્ધિ અગાઉની ત્રિમાસિકોની તુલનામાં વધુ મજબૂત છે. પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮ ટકા અને ગયા વિત્ત વર્ષની ચોથી ત્રિમાસિકમાં ૭.૪ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ આંકડાઓ દૃર્શાવે છે કે વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા સતત મજબૂત બની રહી છે.
ભારતની આ આર્થિક પ્રગતિ પાછળ મજબૂત ઘરેલું માંગ અને ખાનગી વપરાશનું મહત્વપૂર્ણ યોગદૃાન છે. સરકાર અનુસાર, દૃેશમાં બેરોજગારીમાં ઘટાડો નોંધાઈ રહૃાો છે અને મોંઘવારી પણ નિયંત્રિત સ્તરે છે, જે અર્થવ્યવસ્થાને સ્થિર આધાર આપે છે.
ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિને લઈ વર્લ્ડ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાંકોશ અને મૂડીઝ જેવી પ્રતિષ્ઠિત વૈશ્ર્વિક સંસ્થાઓએ પણ સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સાથે જ એશિયન ડેવલપમેન્ટ બેંકે ૨૦૨૫ માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદૃાજ વધારીને ૭.૨ ટકા કર્યો છે, જે ભારતના તેજસ્વી આર્થિક ભવિષ્ય તરફ ઈશારો કરે છે.
