પૂના માર્ગેમ પહેલ હેઠળ આત્મસમર્પણ કરનારા કેડરમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે
છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૨૬ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા માઓવાદૃીઓમાં ૧૩ માઓવાદૃીઓ પર કુલ ૬૫ લાખનું ઇનામ હતું. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે “પૂના માર્ગેમ” પહેલ હેઠળ આત્મસમર્પણ કરનારા કેડરમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ માઓવાદૃી પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી (ઁન્ય્છ) બટાલિયન, સાઉથ બસ્તર ડિવિઝન, માડ ડિવિઝન અને આંધ્ર ઓડિશા બોર્ડર ડિવિઝનમાં સક્રિય હતા અને છત્તીસગઢના અબુઝમાડ, સુકમા અને ઓડિશા સરહદૃી વિસ્તારોમાં અસંખ્ય ઘટનાઓમાં સામેલ હતા. આ માઓવાદૃીઓ રાજ્ય સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત હતા, જેના હેઠળ તેમણે આત્મસમર્પણ કર્યું હતું.
લાલી ઉર્ફે મુચાકી આયતે લખમુ (૩૫), જે એક કંપની પાર્ટી સમિતિની સભ્ય હતી તેના પર ૧૦ લાખનું ઇનામ હતું. મુચાકી િંહસાની ઘણી મોટી ઘટનાઓમાં સામેલ હતી, જેમાં ૨૦૧૭ માં કોરાપુટ રોડ (ઓડિશા) પર એક વાહનને નિશાન બનાવતા ૈંઈડ્ઢ વિસ્ફોટનો સમાવેશ થાય છે, જેમાં ૧૪ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. અન્ય ચાર મુખ્ય કેડર – હેમલા લખમા (૪૧), અસ્મિતા ઉર્ફે કમલુ સન્ની (૨૦), રામબતી ઉર્ફે પદૃમ જોગી (૨૧) અને સુંદૃરમ પાલે (૨૦) આ ચારેય પર ૮-૮ લાખનું ઈનામ હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે લખમા ૨૦૨૦ ના મિનપા હુમલામાં સામેલ હતો, જેમાં ૧૭ સુરક્ષા કર્મચારીઓના જીવ ગયા હતા. આત્મસમર્પણ કરનારા અન્ય કેડરમાંથી ત્રણ પર ૫-૫ લાખનું ઈનામ હતું, એક કેડર પર ૩ લાખનું, એક કેડર પર ૨ લાખનું અને ત્રણ કેડર પર ૧ લાખનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને ?૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવી છે અને તેમને સરકારી નીતિ અનુસાર આગળ પુનર્વસન કરવામાં આવશે.
