બાંગ્લાદૃેશમાં જારી હિંસામાં વધુ એક હિન્દૃુ શખ્સનું મોત

ટોળુ પાછળ પડતા મિથુન નહેરમાં કૂદૃી પડ્યો

ચૂંટણી પહેલા કોમી િંહસાના ૫૧ બનાવોમાં ૧૦ હત્યા, ૧૦ લૂંટ, ૨૩ મંદિૃરો જમીન પર કબ્જો કરવાના કેસ નોંધાયા

બાંગ્લાદૃેશમાં એક હિન્દૃુ યુવક સામે િંહસાનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચોરીનો આરોપ લગાવનારા લોકોના જૂથ દ્વારા પીછો કરવામાં આવતા મિથુન સરકાર નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પીછો દૃરમિયાન સરકાર નજીકના જળાશયમાં કૂદૃી ગયો જો કે તેને તરતા નહીં આવડતુ હોવાથી ડૂબી ગયો હતો.આ ઘટના ઉત્તર બાંગ્લાદૃેશના નૌગાંવ જિલ્લાના મોહદૃેવપુર વિસ્તારમાં બની હતી.
વિગતોની પુષ્ટિ કરતા, નૌગાંવ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મોહમ્મદૃ તારિકુલ ઇસ્લામે એક સમાચાર એજન્સીને ને જણાવ્યું, “બાંગ્લાદૃેશના ઉત્તરીય જિલ્લામાં, મોહદૃેવપુર નામના વિસ્તારમાં, મિથુન સરકાર નામના એક હિન્દૃુ યુવાનનો ચોરીનો આરોપ લગાવીને ટોળાએ પીછો કર્યો. તે પાણીમાં કૂદૃી ગયો અને કૂદૃી પડ્યા પછી તેનું મૃત્યુ થયું. પોલીસને જાણ કરવામાં આવી અને તેમણે ફાયર સર્વિસની મદૃદૃથી તેનો મૃતદૃેહ બહાર કાઢ્યો. “
ઇસ્લામે ઉમેર્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહૃાા છે. “અમે મિથુન સરકારના શરીરનું પોસ્ટમોર્ટમ કરી રહૃાા છીએ અને ઘટનાની તપાસ કરી રહૃાા છીએ,” તેમણે વધુ વિગતો શેર કર્યા વિના કહૃાું. બાંગ્લાદૃેશમાં ૧૩મી રાષ્ટ્રીય સંસદૃીય ચૂંટણી તરફ આગળ વધી રહેલી સાંપ્રદૃાયિક િંહસામાં વધારો થયો છે ત્યારે આ ઘટના બની છે.

રિલેટેડ ન્યૂઝ