બાંગ્લાદૃેશ ભારત પાસેથી ચાલુ વર્ષે ૧,૮૦,૦૦૦ ટન ડિઝલ ખરીદશે

ચોખાના સોદૃા પછી યુનુસ સરકારની મોટી જાહેરાત

આં.રા. બજારમાં વધઘટન્ો કારણે િંકમતોમાં ફેરફાર થઈ શકે છે: કરાર પર હસ્તાક્ષર

ચોખા પછી, બાંગ્લાદૃેશ હવે ભારત પાસેથી ડીઝલ ખરીદૃશે. આ માટે, બાંગ્લાદૃેશની વચગાળાની સરકારે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, ૧૮૦,૦૦૦ ટન ડીઝલ બાંગ્લાદૃેશને ૧૪૬.૨ મિલિયન ટાકામાં નિકાસ કરવામાં આવશે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટને કારણે િંકમતોમાં ફેરફાર થઈ શકે છે.
બાંગ્લાદૃેશ જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૬ દૃરમિયાન ભારતમાંથી ૧૮૦,૦૦૦ ટન ડીઝલ આયાત કરશે. મોહમ્મદૃ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે આ નિર્ણય લીધો છે. આ માટે બાંગ્લાદૃેશે ઓઇલ ઇન્ડિયા લિમિટેડની પેટાકંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે ૧૪.૬૨ કરોડ ટકાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મહત્વની વાત એ છે કે બાંગ્લાદૃેશની સરકારી કંપની બાંગ્લાદૃેશ પેટ્રોલિયમ કોર્પોરેશન આ આયાતનો એક ભાગ ભોગવશે, જ્યારે બાકીના પૈસા બેંક પાસેથી લોન તરીકે લેવામાં આવશે. બાંગ્લાદૃેશે અગાઉ ભારત પાસેથી ચોખા ખરીદૃવાની જાહેરાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ