હાઈકોર્ટના આદેશ બાદ થઈ રહેલી કાર્યવાહી સામે ટોળાનો વિરોધ દિલ્હીમાં મધરાતે બુલડોઝર ગર્જયા: મસ્જિદ પાસે પોલીસ પર પથ્થરમારો

ટોળાને વિખેરવા અશ્રુવાયુ સહિતનો હળવો બળપ્રયોગ

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં મધરાતે રામલીલા મેદાન પાસે તુર્કમાન ગેટ નજીક ફૈઝ-એ-ઈલાહી મસ્જીદ પાસેના દબાણને હટાવવાની કામગીરી સમયે ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતા એકત્ર થયેલા ટોળાએ પથ્થરમારો કરી તથા પોલીસ કામગીરીમાં અવરોધ પેદા કરવા કોશીશ કરતા ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ તથા અશ્રુવાયુ છોડીને સ્થિતિ પર અંકુશ સ્થાપવા કોશીશ કરી હતી. રાજધાની સ્થિતિ ફૈઝ-એ-ઈલાહી મસ્જીદ પાસે લાંબા સમયથી વધારાના દબાણ ઉભા કરી દેખાયા હતા. જેની સામે યોગ્ય કાનુની કાર્યવાહી બાદ રાત્રીના મહાપાલિકાએ બુલડોઝરના કાફલા સાથે આ દબાણ દુર કરવાનું અભિયાન શરૂ કરતા જ આસપાસથી સેંકડો લોકો એકત્ર થયા હતા અને આ દબાણ હટાવવાની કામગીરી સામે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો તો બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ પર પત્થરમારો કર્યો હતો તથા નારેબાજી શરૂ કરી હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે પોલીસે અત્યંત સંયમથી કામ લઈને આ પ્રકારે પત્થરમારો કરનાર ટોળાને અંકુશમાં લેવા હળવો બળપ્રયોગ કર્યો હતો. ટોળાના પત્થરમારા- પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. મસ્જીદની આસપાસ રોડ તથા અન્ય જાહેર સુવિધાઓ પર બારાત ઘર સહિતના દબાણ સર્જી દેવામાં આવ્યા હતા તથા બે દુકાનો પણ કલીનીક પણ ઉભી કરવામાં આવી હતી તેનો ધ્વંશ કરી માર્ગ સાફ કરી દેવાયો હતો.
પોલીસે આ સમગ્ર કાર્યવાહીનું વિડીયો રેકોર્ડીંગ કર્યુ છે તથા પોલીસ સહિતના અધિકારીઓએ બોડી કેમેરા પણ પહેલા હતા જેથી તેના ફુટેજ પરથી હવે કાર્યવાહીમાં વિધ્ન સર્જનાર તોફાની તત્વોને ઓળખી તેમની સામે કાનુની કાર્યવાહી કરાશે.
મસ્જીદ આસપાસ બે માળની ઈમારતો પણ દબાણ કરી ખડકી દેવામાં આવી હતી. આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં 32 જેસીબી, 4 પોકમેન મશીન, ન્યુમેટ્રીક હેંગર અને ટ્રકોનો ઉપયોગ કરાયો હતો. દિલ્હી હાઈકોર્ટે મસ્જીદ અને કબ્રસ્તાન આસપાસની જમીન પરના દબાણો દુર કરવા આદેશ આપ્યો હતો તથા દબાણ કરનારાઓની રીટ ફગાવી હતી.

રિલેટેડ ન્યૂઝ