મ્યાનમાર સરહદૃ પરથી ૧૫ કરોડનું હેરોઈન જપ્ત

મણિપુરના બ્ો શખ્સોની ધરપકડ

ભારત-મ્યાનમાર સરહદૃ પર ડ્રગ્સ તસ્કરીની વિરૂદ્ધ એક મોટી કાર્યવાહીમાં દ્ગઝ્રમ્ને મોટી સફળતા મળી છે. ઈમ્ફાલ ઝોનલ યૂનિટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી નેટવર્કનો ભાંડો ફોડતા મોટી માત્રામાં હેરોઈન જપ્ત કરી છે. આ કાર્યવાહી ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. જે લાંબા સમયથી ચાલી રહેલી ગુપ્તચર દૃેખરેખનું પરિણામ હતું.
તસ્કરીની આ ખેપ સરહદૃ પારથી ભારતમાં લાવવામાં આવી રહી હતી. જપ્ત કરવામાં આવેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં િંકમત લગભગ ૧૫ કરોડ રૂપિયા છે. આ કાર્યવાહીને નોર્થ ઈસ્ટમાં ડ્રગ્સ માફિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહૃાો છે. દ્ગઝ્રમ્ની ટીમે વિશેષ સૂચનાના આધારે એક વાહનને અટકાવ્યું અને તપાસ કરી. તપાસ દૃરમિયાન વાહનમાંથી ૭.૩૧૨ કિલોગ્રામ ઉચ્ચ ગુણવતાની હેરોઈન જપ્ત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે નશીલો પદૃાર્થ સાવચેતીથી ૬૩૮ સાબુના ડબ્બામાં છુપાડવામાં આવ્યો હતો. તસ્કરો સુરક્ષા એજન્સીઓથી બચવા માટે રોિંજદૃા વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. આ કાર્યવાહીમાં બે આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ ગિનખાઉમલિયન અને મંગબોઈ સિમટે તરીકે થઈ છે. બંને આરોપી મણિપુર અને ચુરાચાંદૃપુર જિલ્લાના રહેવાસી છે.

રિલેટેડ ન્યૂઝ