૨૦૨૮ સુધીમાં રામ મંદિૃર થશે તૈયાર મમતાના ગઢમાં ભાજપ ૧૦૦ કરોડના ખર્ચે બનાવશે બંગાળી રામ મંદિૃર

આ પ્રસ્તાવિત મંદિૃર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે

પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિૃર-મસ્જિદૃની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિૃયા જિલ્લાના શાંતિપુરમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંગાળી રામની થીમ પર એક ભવ્ય રામ મંદિૃર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પ્રસ્તાવિત મંદિૃર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિૃર ૧૫મી સદૃીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા રચિત બંગાળી રામાયણ શ્રીરામ પંચાલીથી પ્રેરિત હશે. કૃત્તિબાસ ઓઝાની રામાયણ આજે પણ દૃરેક બંગાળી ઘરમાં શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે છે. આ જ બંગાળી રામની વિભાવનાને કેન્દ્રમાં રાખીને શાંતિપુરમાં વિશાળ રામ મંદિૃર અને હેરિટેજ સેન્ટર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. શ્રી કૃત્તિબાસ રામ મંદિૃર ટ્રસ્ટ, જે એક રજિસ્ટર્ડ ધાર્મિક અને જનકલ્યાણકારી સંસ્થા છે, આ મંદિૃરનું નિર્માણ કરાવી રહૃાું છે. આ પ્રોજેક્ટની ઔપચારિક શરૂઆત રવિવારે ટ્રસ્ટના સભ્યો દ્વારા જમીનના અંતિમ સર્વેક્ષણ સાથે કરવામાં આવી. આ ટ્રસ્ટના અધ્યક્ષ શાંતિપુરના પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અિંરદૃમ ભટ્ટાચાર્ય છે, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે દ્ગડ્ઢ્ફ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે ૨૦૧૭થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહૃાા છીએ, આ કોઈ ચૂંટણી પ્રોજેક્ટ નથી.”
અિંરદૃમ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ મંદિૃર માટે ૧૫ બીઘા જમીન સ્થાનિક રહેવાસીઓ લિતન ભટ્ટાચાર્ય અને પૂજા બેનર્જીએ દૃાનમાં આપી છે. આ મંદિૃરનું નિર્માણ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિૃર સાથે સંકળાયેલા વૈદિૃક વિદ્વાન અર્જુન દૃાસતુલાને મંદિૃરના સત્તાવાર સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિૃર પરિસરમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર, મેડિકલ કોલેજ, એન્જિનિયિંરગ કોલેજ અને એક સંશોધન કેન્દ્ર સ્થાપવાની પણ યોજના છે.આ મંદિૃર નિર્માણની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં મંદિૃર-મસ્જિદૃની રાજનીતિ ચરમસીમાએ છે. જોકે, ટ્રસ્ટનો દૃાવો છે કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સાંસ્કૃતિક અને ધાર્મિક છે. અિંરદૃમ ભટ્ટાચાર્યે કહૃાું કે, “આમાં રાજનીતિનો કોઈ સંબંધ નથી. પરંતુ જો સરકાર મદૃદૃ કરવા માંગે તો અમે સ્વાગત કરીશું. આ વિરાસત અને સંસ્કૃતિનો પ્રોજેક્ટ છે.” શાંતિપુર ઐતિહાસિક રીતે ચૈતન્ય મહાપ્રભુ અને ભક્તિ આંદૃોલનનું કેન્દ્ર રહૃાું છે, અને આ મંદિૃર આ ક્ષેત્રને એક નવું ધાર્મિક અને સાંસ્કૃતિક પરિમાણ આપી શકે છે.

રિલેટેડ ન્યૂઝ