શંકરાચાર્યના અપમાનના પડઘા: યુપીના મુખ્યમંત્રી માફી માંગે: ભુદેવોમાં ભારે રોષ

રાજકોટ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરતો બ્રહ્મ સમાજ

દેશ વિદેશમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ વેદો-પુરાણોમાં જેનું વિશેષ મહત્વ અંકીત કરાયેલ છે તેવા પ્રયાગરાજમાં મોની અમાસ પર માઘ સ્નાન માટે જતા જયોતિષ્પીઠાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય અનંત વિભૂષિત સ્વામી અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતી મહારાજ સાથે દંડી સ્વામી અપ્રમેયજીને રસ્તામાં રોકી 40 વ્યકિતઓ સાથે તેઓને લોક્રઅપમાં પોલીસે બેસાડી દેતા તેના રાજકોટ સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે. આ મામલે પરમધર્મ સંસદ 1008ના હિરેન જોશીએ ભૂદેવો સાથે રાજકોટ જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કયુર્ં હતું. જેમાં જયોતિષ્પીઠાધીશ્ર્વર અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતી અને દંડી સ્વામી અપ્રમેયજીનું આ અપમાન કરવા બદલ ઉતરપ્રદેશ સરકારના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને માફી માંગવા માંગણી કરવામાં આવી છે. આ અંગે પરમધર્મ સંસદ 1008ના હિરેન જોશીએ જણાવેલ હતું કે પ્રયાગરાજમાં મૌની અમાસ જયોતિષ્પીઠાધીશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્ય અનંત વિભૂષિત સ્વામ અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતીજી મહારાજે સ્નાન કરવા જતા રોકી એમના અનુયાયીઓને માર અને ધકકા મારી એરેસ્ટ કરવામાં આવેલ હતા. શંકરાચાર્યજી મહારાજ સાથે દંડી સ્વામી અપ્રમેયજીને પોલીસ દ્વારા રસ્તામાં જ રોકી બેસાડી દીધા હતા. અને દંડી સ્વામી જયોતિર્મયાનંદ દંડી સ્વામી મુકુંદાનંદજી, કિશોર દવે, ગાર્ગી પંડિત, અનુરોગ શર્મા, દેવેન્દ્ર પાંડે, સંજય સતીશ અખીલેશ બ્રહ્મચારી સહિત 40થી વધારે લોકો અન્ય વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની જાણ કર્યા વગર કેદ કરવામાં આવ્યા હતા. કોઈ ગુના વિના શંકરાચાર્યજીના શિષ્યોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો હતાહત થયા હતા. મહિલા સાધ્વી ઉપર અમાનુષી અત્યાચાર કરી મહિલાના અધિકારો અને માનવાધિકારોનો ભંગ કરવામાં આવેલ છે. શંકરાચાર્યજીનું છત્ર છીનવી અને તેમની સાથે એક આરોપીની જેમ વર્તન કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ