બરફમાં પણ ન પિગળી શ્ર્વાનની વફાદારી.. 4’દિ સુધી માલિકના સબ પાસે પડયો રહ્યો

ખાધા-પીધા વિના બરફ વર્ષા વચ્ચે માલિકના શબ પાસે રહેલા શ્ર્વાનને જોઈ સૌની આંખો ભીની થઈ

હિમાચલમાં ભારે બરફવર્ષા વચ્ચે બધુ જામ થઈ ગયું હતું પણ એક શ્ર્વાનની વફારી પિગળી નહોતી. જી હા, જીલ્લાના ભરમોર ગામે જયાં કડકડતી ઠંડીમાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે એક વફાદાર શ્ર્વાને ભારે બરફવર્ષા વચ્ચે ચાર ચાર દિવસ સુધી ખાધા-પીધા વિના પોતાના મૃત માલિકના શબની રક્ષા કરી હતી. જાણવા મળતી વિગત મુજબ જયારે ચાર દિવસ બાદ બચાવ દળ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા તો ત્યાંનુ દ્દશ્ય જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ હતી. વ્યકિતનું શબ બરફથી ઢંકાઈ ગયું હતું પણ તેનો પાલતુ શ્ર્વાન ત્યાં જ બેઠો હતો. આ ચાર દિવસ ત્યાંથી નહોતો ખાસ્યો કે ન તો કંઈ ખાધુ-પીધુ. શ્ર્વાને માત્ર બર્ફિલા તોફાનનો સામનો જ નહોતો કર્યો બલકે જંગલી જાનવરોથી પોતાના માલિકની રક્ષા કરી હતી. જયારે રેસ્કયુ ટીમે માલિકનું શબ ઉઠાવવાની કોશિષ કરી તો શરૂઆતમાં શ્ર્વાસ આક્રમક થઈ ગયો હતો. બાદમાં તેને પુચકારતા તેને અનુભવ થયો કે તે લોકો તેને મદદ કરવા માટે આવ્યા છે ત્યારે ત્યાંથી હટયો હતો.

રિલેટેડ ન્યૂઝ