જમ્મુ કાશ્મીરના નેશનલ હાઇવે પર ઉધમપુરના ખૈરી વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. જેમાં એક સીઆરપીએફ જવાનનો પણ સમાવેશ થાય છે. સીઆરપીએફ જવાન રજા હોવાથી પોતાના ઘરે જઇ રહૃાો હતો અને બસ માં સવાર થઇને ઉધમપુરની તરફ આવી રહૃાો હતો. ત્યારે જ ખૈરી વિસ્તારમાં બસ દૃુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ ગંભીર માર્ગ અકસ્માતમાં જવાન સહિત અન્ય ૩ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. થોડા દિૃવસ પહેલા જ જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક ઘટના બની હતી.. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે આર્મી કેસ્પર ટ્રક ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં પહેલા ચાર સૈનિકો શહીદૃ થયા જ્યારે બાદૃમાં ૧૦ જવાનો શહીદૃ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૭ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. કેસ્પર ટ્રક ડોડાના ભાદૃરવાહ-ચંબા રોડ પર જઈ રહી હતી જે દૃરમિયાન ટ્રક લગભગ ૨૦૦ ફૂટ ઊંડી ખાડીમાં પડી ગઈ હતી.
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ સંવેદૃનશીલ રહી છે. તાજેતરમાં આતંકવાદૃી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દૃળોની કામગીરીમાં વધારો થયો છે. ડોડા જિલ્લામાં, ખાસ કરીને પર્વતીય અને જંગલી વિસ્તારોમાં આતંકવાદૃીઓની હાજરી અંગે િંચતા વધી રહી છે. ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ડોડા અને પડોશી કિશ્તવાડ જિલ્લામાં ૩૦-૩૫ પાકિસ્તાની મૂળના આતંકવાદૃીઓ સક્રિય હોઈ શકે છે, જે જંગલોમાં છુપાયેલા છે.
