વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબ્ાૂત

વિશ્ર્વમાં પ્રવર્તમાન આર્થિક અનિશ્ર્ચિતતાના વાદૃળો વચ્ચે ભારતીય અર્થતંત્રની ગાડી પ્ાૂરપાટ વેગ્ો દૃોડી રહી છે ત્ોનો શ્રેય કેન્દ્ર સરકારની વિવિધ નિતીઓન્ો આધિન છે

સંસદૃના બજેટ સત્રના પ્રથમ દિૃવસ્ો રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુએ પોતાના અભિભાષણમાં જણાવ્યું હતું કે, યુધ્ધની ઉથલ-પાથલ તથા અનિશ્ર્ચિતતા અને વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થાના સંકટમાં ભારત્ો ત્ોજ ગતીથી વિકાસનો માર્ગ યથાવત રાખ્યો છે.
કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં જે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું ત્ોમાં વિકાસના નવા ક્ષેત્રોમાં ભારત પ્રવેશી રહૃાું છે ત્ો દૃર્શાવ્યું છે આથી વાત સ્પષ્ટ છે કે, છેલ્લા વર્ષોમાં કેન્દ્ર સરકારે નીતિગત સુધારાના જે મજબ્ાૂત પગલાં ભર્યા છે ત્ોનાથી ભારતની અર્થવ્યવસ્થા વૈશ્ર્વિક પડકારો છતાં ઘણી ઉચાઇઓ પર પહોંચી છે.
આર્થિક સર્વેમાં ધારણા મુકવામાં આવી છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ભારતનો જીડીપી વૃધ્ધિ દૃર ૬.૮ ટકાથી ૭.૨ ટકા રહેવાની ધારણા છે. આ સુધારાના અસરના કારણે ભારતમાં મધ્યમ ગાળાના વિકાસની ક્ષમતા હવે ૭ ટકાની નજીક પહોંચી ગઇ છે.
ભારતની આ આર્થિક મજબ્ાૂતીનું વધુ એક કારણ આ છે કે, ભારત્ો પોતાની આંતરિક ક્ષમતા પર વિશ્ર્વાસ કર્યો છે અન્ો ત્ોન્ો સાર્થક કર્યો છે. ભારત વિશ્ર્વમાં મેન્યુફેકચરીંગ હબ બનવાની દિૃશામાં ઝડપથી પ્રગતિ કરી રહૃાું છે જ્યાં સ્ોમીકન્ડકટરથી લઇન્ો દૃરેક ઉત્પાદૃનોનું નિર્માણ થશે.
મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ૨૫ લાખથી વધુ રોજગારીનું સર્જન એ મુખ્ય બાબત ગણાવી શકાય. એટલું જ નહીં ભારતમાં જીએસટીના દૃરોન્ો તર્કસંગત બનાવવામાં આવ્યા છે આથી સપ્લાય ચેનમાં જે સુધારા થયા છે ત્ોનાથી અર્થવ્યવસ્થાની પાયાની બાબતો બહારના થયેલા આક્રમણ સામે ટકી રહી છે.
સૌથી મોટી રાહતની વાત આ છે કે, સર્વેમાં જણાવ્યા મુજબ મોંઘવારીનો દૃર આરબીઆઇના ચાર ટકાના લક્ષ્યની આસપાસ રહેશે. આર્થિક સર્વે ૨૦૨૬માં ઇલેકટ્રોનિકસ સ્ોકટરે મોટી સફળતા મેળવી છે ત્ોમ દૃર્શાવવામાં આવ્યું છે.
નાણાંકિય વર્ષ ૨૦૨૨ના ૭માં સ્થાન્ો રહેલું આ સ્ોકટર નાણાંકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર બન્યું છે એક બાબત આ પણ છે કે, વરસાદૃ બાદૃ ખેતી સારી થતા ગ્રામીણ સ્તરે માગ વધી છે. ટેકસમાં સુધારા તથા સ્થિર રોજગારીન્ો લઇ શહેરોમાના નાગરિકોમાં વપરાશ વધ્યો છે.
વિવિધ સુધારાનો અમલ થતા ભારત માત્ર આત્મનિર્ભર બન્યું નથી પરંતુ વૈશ્ર્વિક બજારોમાં ભારત હવે પોતાની ભાગીદૃારી વધારી રહૃાું છે ટ્રમ્પના ટેરિફના દૃબાણ છતાં જીડીપી ગ્રોથ યથાવત રહૃાો છે ત્ો ભારતની આર્થિક નીતિઓમાં જે ફેરફાર કરવામાં આવ્યા ત્ોનો વિજય છે.
સુધારાના પગલાં પર ભારત મહાશક્તિ બનવા તરફ અગ્રેસર થઇ રહૃાું છે ભારત માટે યુરોપિય સંઘ, બ્રિટન તથા અન્ય દૃેશો સાથે વેપાર સમજૂતી થઇ છે ત્ો તકમાં રૂપાંતરિત થઇ છે. અલબત્ત એક બાબત આ પણ છે કે, ભારતની આર્થિક વ્યવસ્થાન્ો આ પડકારોનો સામનો કરવો પડશે જેમાં ચીન તથા અમેરિકા જેવા દૃેશ વૈશ્ર્વિક વ્યાપારન્ો અનિશ્ર્ચિતતાની તરફ ધકેલવા ત્ૌયાર છે. આ સ્થિતિમાં ભારત્ો પોતાની નીતિઓન્ો જાળવી રાખી સાથે લક્ષ્ય પ્રાપ્તિ માટે નક્કર પ્રયાસો કરવા પડશે.
અગાઉ ભારતમાં કોઇપણ નવો ઉદ્યોગ કે ધંધો શરૂ કરવા માટે સરકારની પરવાનગી મતલબ કે લાયસન્સ લેવું પડતું હતું હવે માત્ર નજીવા સ્ોકટરમાં ધંધો કરવા માટે લાયસન્સ લેવું પડતું હોય છે આર્થિક વિકાસ દૃર વધારવા તથા વૈશ્ર્વિક પડકારોન્ો પહોંચી વળવા કંપનીઓ હવે પોતાના ઉત્પાદૃનોની િંકમતમાં ઘટાડો કરી રહી છે. અન્ો કંપનીઓન્ો પોતાન્ો પોતાના ઉત્પાદૃનોની િંકમત નક્કી કરવાની સ્વતંત્રતા મળી છે.
સરકારી ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રોની ભાગીદૃારી નોંધપાત્ર રીત્ો વધી છે. બીજી તરફ સરકાર પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરી પોતાના શેર જનતાન્ો ઓફર કરી રહી છે ખાનગી ક્ષેત્રના પ્રવેશથી સર્વિસ સ્ોકટરમાં નોંધપાત્ર સુધારો થયો છે. ભારતની અર્થવ્યવસ્થા હવે દૃુનિયાના અન્ય દૃેશો સાથે જોડાઇ રહી છે આ માટે ભારત્ો મુકત વ્યાપારની નીતિનો અમલ કર્યો છે તથા નિકાસ પરના પ્રતિબંધો અને જે પ્રતિબંધો હતા ત્ોન્ો દૃૂર કર્યા છે. ભારતમાં વિદૃેશી કંપનીઓનો પ્રવેશ સરળ થયો છે આ માટે સરકારે એફટીઆઇ (ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ)નો અમલ કર્યો છે આથી ભારતમાં મૂડી રોકાણ કરવું તથા ઉદ્યોગ સ્થાપવા માટે વિદૃેશી કંપનીઓ માટે સરળ બાબત બની છે.
આ સુધારાઓથી દૃેશની જીડીપી દૃરમાં વધારો થયો છે ભારત દૃુનિયાની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બની છે ભારતમાં વિદૃેશી મુદ્રાનો ભંડાર પણ વધ્યો છે. ઉપરાંત દૃેશના નાગરિકોન્ો હવે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તા દૃરે મળે છે.

રિલેટેડ ન્યૂઝ