ટિસ્યુ પેપર પર હાઇજેક અન્ો બોંબ હોવાનું અંગ્રેજીમાં લખાણ મળ્યું
સધન ચેકીંગ બાદૃ વાંધાજનક વસ્તુ ન મળતા ફલાઇટ રવાના કરાઇ
ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી
કુવૈતથી દિૃલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફલાઇટન્ો ધમકી મળતા ત્ોનું અમદૃાવાદૃ એરપોર્ટ ખાત્ો ઇમર્જન્સી લેન્ડીંગ કરાયું હતું.
જો કે, મુસાફરોનું ત્ોમજ લગ્ોજનું ચેિંકગ કરાયા બાદૃ કોઇ વાંધાજનક વસ્તુ ન મળતા ફલાઇટ રવાના થઇ હતી.
જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે કુવૈતથી દિૃલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફલાઇટન્ો ધમકી મળતા ત્ોનું અમદૃાવાદૃ એરપોર્ટ ખાત્ો ઇમર્જન્સી લેર્િંન્ડગ કરવામાં આવ્યું હતું.
ફલાઇટની સીટ પાસ્ોથી મળેલા ટિસ્યુ પ્ોપરમાં પ્લેન હાઇજેક અને બોંબ હોવાની અંગ્રેજીમાં ધમકી મળી હોવાથી એરપોર્ટ ખાત્ો લેર્િંન્ડગ કરાયું હતું.
બનાવની જાણ થતાં સુરક્ષા એજન્સીઓ ત્યાં ધસી ગઇ હતી ત્ોમજ પોલીસ, બોંબ સ્કવોડ વિગ્ોરેએ મુસાફરોનું ત્ોમજ લગ્ોજનું ચેકીંગ પ્રોટોકલ મુજબ કર્યું હતું આ ફલાઇટમાં ૧૮૦ મુસાફરો હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે, ફલાઇટમાંથી કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવી હતી ત્ોથી તમામે હાશકારો અનુભવ્યો હતો ચેકીંગ બાદૃ મોડેથી ફલાઇટન્ો રવાના કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબત્ો એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદૃ નોંધાતા પીઆઇ નકુમે વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૭ના રોજ પણ એરપોર્ટના ઇ-મેલ પર અમદૃાવાદૃ એરપોર્ટન્ો બોંબથી ઉડાવી દૃેવાની ધમકી મળી હતી ત્યારે પણ ચેકીંગ બાદૃ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
