કેેન્સર, ડાયાબિટીસ અને ઓટો-ઇમ્યુન રોગોના વધતા જોખમ સામે લડવા માટે સરકારે બાયોફાર્મા શક્તિ યોજના જાહેર કરી છે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) સંસદૃમાં પોતાનું સતત નવમું બજેટ રજૂ કરીને ભારતને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિૃશામાં ઐતિહાસિક જાહેરાત કરી છે. દૃેશમાં વધી રહેલા કેન્સર, ડાયાબિટીસ અને ઓટો-ઇમ્યુન રોગોના વધતા જોખમ સામે લડવા માટે સરકારે બાયોફાર્મા શક્તિ યોજના જાહેર કરી છે, જેના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું અધધ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
બજેટ ભાષણમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારત અત્યાર સુધી જેનરિક દૃવાઓના ઉત્પાદૃનમાં વિશ્ર્વમાં અગ્રેસર રહૃાું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત જટિલ અને નવીન દૃવાઓના સંશોધનમાં પણ નેતૃત્વ કરે. ત્યારે બાયોફાર્મા શક્તિ (ર્મ્ૈરટ્ઠદ્બિટ્ઠ જીરટ્ઠૌં) યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયાબિટીસ, કેન્સર અને ઓટો-ઇમ્યુન જેવી ગંભીર બીમારીઓની દૃવાઓનું ભારતમાં જ સંશોધન અને ઉત્પાદૃન કરવાનો છે. આ યોજના માટે ફાળવવામાં આવેલી ૧૦ હજાર કરોડ રૂપિયાની રકમનો મોટો હિસ્સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇશ્ર્ડ્ઢ) માટે વાપરવામાં આવશે, જેથી ભારત નવીનતમ બાયોલોજિકલ દૃવાઓ પોતે બનાવી શકે.
કયા રોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે?
ભારતમાં બદૃલાતી રોગની પેટર્નને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ મુખ્ય પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે
ડાયાબિટીસ: ભારતને વિશ્ર્વની “ડાયાબિટીસ રાજધાની” તરીકે જોવામાં આવે છે. આ યોજનાથી ડાયાબિટીસની આધુનિક સારવાર સસ્તી અને સુલભ બનશે.
કેન્સર: કેન્સરની સારવાર હાલમાં મધ્યમ વર્ગ માટે ખૂબ જ ખર્ચાળ છે.
