ભારતની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પોતાની નવી ફંડ ઓફરિંગ – એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ એક ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ટીઆરઆઈના ઘટકોમાં રોકાણ કરે છે. એનએફઓ 10 એપ્રિલ, 2026થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 24 એપ્રિલ, 2026એ બંધ થશે. એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડનો ઉદ્દેશ ખર્ચ પહેલાં એવા વળતર પ્રદાન કરવાનો છે, જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ટોટલ રિટર્ન ઈન્ડેક્સ (ઝછઈં)ના પ્રદર્શન સાથે નજીકથી મેળ ખાતા હોય, જે ટ્રેકિંગ એરર લાગુ પડવાને આધીન છે. આ ફંડ રોકાણકારોને ઓછા ખર્ચે, વ્યવસ્થિત અને પારદર્શક રીતે લાંબા ગાળાના વૃદ્ધિના અવસરનો ભાગ બનવાની તક આપે છે, જે વધતા વૈશ્વિક ડિફેન્સ (સંરક્ષણ) ખર્ચ, ભારતના ઝડપી ડિફેન્સ આધુનિકીકરણ અને સ્થાનિક ઉત્પાદન તથા નિકાસને પ્રોત્સાહિત કરતી સરકારની મજબૂત નીતિઓથી ઊભા થઈ રહ્યા છે.
શા માટે સંરક્ષણ ક્ષેત્ર?
વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ સતત વધતો રહ્યો છે અને 2024માં 2.7 ટ્રિલિયન યુએસ ડોલરને પાર કરી ગયો છે. વધતા ભૂરાજકીય તણાવ, પ્રાદેશિક સંઘર્ષો અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની દિશામાં થતા પરિવર્તનને કારણે આ વૃદ્ધિ નોંધાઈ છે. આ માળખાગત પરિવર્તનના કારણે વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં સૈન્ય ક્ષમતાઓમાં સતત અને ઊંચા સ્તરે રોકાણ થઈ રહ્યું છે. ભારત પણ આ પ્રવાહમાં નોંધપાત્ર રીતે ભાગ લઈ રહ્યું છે, જ્યાં સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણ માટે વધુ બજેટ, ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપતી નીતિઓ, વધારેલી વિદેશી સીધી મૂડીરોકાણ (એફડીઆઈ) મર્યાદા અને સંરક્ષણ નિકાસના વિસ્તરણ પર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે.
