છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારા રાજ્યસભામાં શપથ લઈ લીધા છે, ત્યારે હવે બિહારમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાવની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને મધ્યપ્રદૃેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ િંસહ ચૌહાણને બિહારના નવા સીએમના નામ પર મહોર મારવાની જવાબદૃારી સોંપાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીએ શિવરાજ િંસહ ચૌહાણને બિહારમાં પર્યવેશન બનાવ્યા છે. ભાજપ મહાસચિવ અરૂણ િંસહ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં આ માહિતી અપાઈ છે. જોકે વિધાયક દૃળની બેઠક ક્યારે યોજાશે અને નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરાશે, તે અંગેની કોઈપણ તારીખ જાહેર કરાઈ નથી. બીજીતરફ એવી માહિતી સામે આવી છે કે, ૧૪ એપ્રિલે નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક યોજાવાની સંભાવના છે. ત્યારબાદૃ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે. બિહાર સરકારના સત્તાવાર પત્ર મુજબ, ૧૪ એપ્રિલે સવારે ૧૧ કલાકે મુખ્ય સચિવાલયમાં મંત્રીમંડળ ગૃહમાં કેબિનેટની બેઠક બોલાવાઈ છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર કેબિનેટની બેઠક પહેલા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા જશે, ત્યારપછી યોજાનારી કેબિનેટને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે,
રિલેટેડ ન્યૂઝ
-
રામાશ્રય પાંડેએ પશ્ર્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે ચાર્જ સંભાળ્યો
ભારતીય રેલ એન્જિનિયર્સ સેવા (IRSE)ના 1990 બેચના વરિષ્ઠ અધિકારી રામાશ્રય પાંડે એ શુક્રવાર, તા. 10 એપ્રિલના... -
પીએમ મોદીની હત્યાનું કાવતરૂં ઘડનારા 3 લોકોની ધરપકડ; અમેરિકાના સીઆઈએને ઈમેલમાં પૈસા બદલે હુમલો કરવાની ઓફર
આરોપી પાસેથી હાઈ-ટેક લેપટોપ, અનેક મોબાઈલ ફોન, હાર્ડ ડિસ્ક અને વિદેશી બેંક ખાતાઓની વિગતો મળી આવી... -
પાસપોર્ટ બનાવવા માટે પિતાનું નામ જરૂરી નથી: દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે પિતાના નામ વિના પણ પાસપોર્ટ બનાવી શકે છે....
