બેંગકોકથી આવેલી મોડેલ હર્ષા સનીની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ

હર્ષાની બેગમાંથી રૂા.૧૧ કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યુ

મુંબઈ એરપોર્ટ પર એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગત વર્ષે યોજાયેલી ’મિસિસ કેરળ’ સ્પર્ધાના રનર અપ અને જાણીતા મોડેલ હર્ષા સનીની કસ્ટમ વિભાગે જંગી માત્રામાં ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.૨૯ વર્ષીય આ મોડેલ બેંગકોકથી મુંબઈ પરત ફરી રહી હતી. જ્યારે કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર તેનો સામાન તપાસ્યો ત્યારે તેની ટ્રોલી બેગમાંથી ૧૨ વેક્યુમ સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પેકેટમાં ’હાઇડ્રોપોનિક કેનાબીસ’ (વિદૃેશી ગાંજા) ભરેલા હતા. મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ડ્રગ્સની િંકમત લગભગ ૧૧.૮૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

રિલેટેડ ન્યૂઝ