રક્ષામંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી, ચીફ એરમાર્શલ બ્ોંગલુરુ ખાત્ો સમારોહમાં હાજર રહેશે
ભારતીય સુરક્ષા દૃળો અને ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટો અને ગૌરવપૂર્ણ દિૃવસ આવી ગયો છે. હિન્દૃુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ બેંગલુરુમાં એક ભવ્ય સમારોહ દૃરમિયાન ભારતીય વાયુસેનાને સ્વદૃેશી લાઈટ કોમ્બેટ એરક્રાટ તેજસના ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ ટ્વિન સીટર ટ્રેનર અને એચટીટી-૪૦ બેસિક ટ્રેનર એરક્રાટ સત્તાવાર રીતે સુપરત કરશે. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન કંપની પવન હંસ લિમિટેડને પણ અત્યાધુનિક ધ્રુવ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટર સોંપવામાં આવશે. આ કાર્યક્રમ રક્ષા મંત્રી રાજનાથ િંસહ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી િંસહ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.
આ સમારોહમાં સોંપવામાં આવી રહેલા એલસીએ તેજસના અંતિમ બે ટ્વિન સીટર ટ્રેનર વિમાન સાથે વાયુસેનાના જૂના ૪૦ વિમાનોનો ઐતિહાસિક ઓર્ડર સંપૂર્ણપણે પૂરો થઈ જશે. ૨૦૦૬ અને ૨૦૧૦ માં અપાયેલા આ ઓર્ડરમાં ૩૨ િંસગલ સીટર અને ૮ ટ્વિન સીટર વિમાન સામેલ હતા. આ બંને વિમાનો એફઓસી કન્ફિગરેશનમાં છે, જે ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટોને વાસ્તવિક તેજસ ફાઇટર જેવો જ ઉત્કૃષ્ટ તાલીમ અનુભવ આપશે.
નવા તાલીમાર્થી પાઇલટોની પ્રારંભિક લાઇંગ ટ્રેિંનગને સ્વદૃેશી બનાવવા માટે એચટીટી-૪૦ બેસિક ટ્રેનર એરક્રાટનો પ્રથમ જથ્થો વાયુસેનાને સુપરત કરવામાં આવશે. એચટીટી-૪૦ સ્વદૃેશી ટર્બોપ્રોપ ટ્રેનર એરક્રાટ માટે કુલ ૭૦ વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. શરૂઆતી એન્જિન સપ્લાયના અવરોધો બાદૃ હવે તેની સત્તાવાર ડિલિવરી શરૂ થઈ રહી છે, જેનાથી વિદૃેશી ટ્રેનર એરક્રાટ પરની ભારતની નિર્ભરતા ઘટશે.
સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત સિવિલ એવિએશન સેક્ટરને વેગ આપવા માટે પવન હંસ લિમિટેડને અત્યાધુનિક ધ્રુવ નેક્સ્ટ જનરેશન હેલિકોપ્ટર સોંપવામાં આવશે. પવન હંસ દ્વારા નોંધાવેલા કુલ ૧૦ હેલિકોપ્ટરના ઓર્ડર પૈકી પ્રથમ ૪ ચોપર્સ આ કાર્યક્રમમાં સુપરત કરાશે. અત્યાધુનિક ગ્લાસ કોકપિટ અને આધુનિક સુરક્ષા ફિચર્સથી સજ્જ આ હેલિકોપ્ટર્સ દૃરિયાઈ ઓફશોર કામગીરી, ઇમરજન્સી મેડિકલ સેવાઓ અને મુસાફરોની હેરફેરમાં ઉપયોગી સાબિત થશે.
