અજીજ પ્રેમજી ફાઉન્ડેશનના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દૃરમ્યાન ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ૩૮ ટકાથી ઘટીન્ો ૩૪ ટકા થયો છે જે વધીન્ો હવે ૭૨ ટકા નોંધાયો છે
ઉચ્ચ શિક્ષણ તથા રોજગારીમાં યુવાનોની ભાગીદૃારીન્ો લઇ તાજેતરમાં પ્રસિધ્ધ કરવામાં આવેલો રિપોર્ટ ખરેખર િંચતાજનક છે. આ ચિંતા એટલા માટે છે કે, જે ઉચ્ચ શિક્ષણન્ો યુવાનોન્ો દિૃશા આપવાવાળું માનવામાં આવે છે ત્ોન્ો યુવાનો તિલાંજલિ આપી રહૃાા છે. અન્ો યુવાનો પોતાની આજીવિકા રળવા અન્ય માર્ગ પસંદૃ કરી રહૃાા છે. બીજી તરફ ઉચ્ચ શિક્ષણમાં યુવતીઓની સંખ્યા યથાવત રહી છે ત્ોમાં ખાસ ફેરફાર થયો નથી.
સામાન્ય રીત્ો પરિવારની જવાબદૃારી મહદૃઅંશે યુવકો પર હોય છે આથી યુવાનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાના બદૃલે નોકરી, ધંધો કે સ્વરોજગારી મેળવવા. માટે પ્રાથમિકતા આપી રહૃાા છે, યુવકોની વધતી સંખ્યા આ વાતનો સંકેત છે કે, ક્યાંક ન્ો ક્યાંક લાચારી હોવાથી યુવાનો પોતાના સ્વપ્નન્ો સાકાર કરવાના બદૃલે આજીવિકા રળવાનું વધુ પસંદૃ કરે છે.
અજીજ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા આ રિપોર્ટ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દૃરમ્યાન યુવકોનો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ ૩૮ ટકાથી ઘટીન્ો ૩૪ ટકા થયો છે. આથી મહત્વની બાબત આ છે કે, વર્ષ ૨૦૧૭માં પરિવારન્ો મદૃદૃ કરવા માટે ૫૮ ટકા યુવકોએે શિક્ષણનો ત્યાગ કર્યો હતો. જે વધીન્ો વર્ષે ૨૦૨૪માં ૭૨ ટકા સુધી થઇ છે.
આ આંકડાઓ એટલા માટે િંચતાજનક ગણાવી શકાય કે જે સમયમાં દૃરેક યુવકો શિક્ષણન્ો ધ્યાનમાં રાખીન્ો ભવિષ્યના નિર્માણ પથ પર પ્રગતિ કરવા માંગતા હોય છે ત્ોઓ અન્ય જવાબદૃારીઓના કારણે જરૂરી શિક્ષણ મેળવી શકતા નથી. અન્ો યુવકો કોલેજ છોડીન્ો નાની મોટી નોકરી કે ધંધો કરવાનું વધુ પસંદૃ કરે છે. યુવકોના મનમાં એવી આશા હોય છે કે જો પોત્ો નાણાં રળીન્ો લાવશે તો પરિવારન્ો આર્થિક મદૃદૃ થશે.
પરંતુ આ બાબતની વિપરિત અસર ઉચ્ચ શિક્ષણમાં ઘટતો યુવકોનો પ્રવેશ તથા પરિવારની મદૃદૃ માટે કરાતો શિક્ષણનો ત્યાગ વિકસિત ભારતના સપના પ્ાૂર્ણ કરવા માટે અવરોધરરૂપ પ્ાૂરવાર થશે. અલબત્ત આ પ્રવૃત્તિ એટલા માટે વધી રહી છે કે, યુવકોન્ો ઉચ્ચ શિક્ષણ મેળવવા વગર રોજગારી મળી રહે છે. જે યુવકો આવું કાર્ય કરે છે ત્ોમન્ો નાની-મોટી નોકરી મળતી હોય છે. જે યુવકો સ્વયં કામ કરે છે ત્ોઓ પોતાના ખર્ચ જેટલી આવક રળતા હોય છે.
શિક્ષણ અધૂરૂ છોડવાની વૃત્તિ વધી રહી છે તો ત્ોના માટે દૃેશમાં રોજગારીની તકો સાથે જોડાયેલા પરિબળો ક્યાંક ન્ો ક્યાંક જવાબદૃાર છે. દૃેશમાં નોકરીઓની સંખ્યા ઘણી ઓછી છે ખાનગી ક્ષેત્રમાં બઢતીની તકો મળતી નથી અન્ો પગાર ધોરણ પણ સામાન્ય હોય છે આથી યુવકો પોતાની ઇચ્છાઓ પરિપ્ાૂર્ણ કરી શકતા નથી.
યુવાનોના સ્વપ્ન પ્ાૂર્ણ થાય અને ત્ોઓ પોતાના લક્ષ્યની વિમુખ ન થાય એ માટે નીતિ નિર્માતાઓએ જરૂરી પગલાં લેવા પડશે. વિકસિત ભારતના લક્ષ્યન્ો પ્રાપ્ત કરવા માટે શિક્ષણ અને રોજગારીના મૂળભૂત માળખાની સમીક્ષા કરવી પડશે.
અન્ો ત્ોમાં રહેલી ઉણપો તથા વિસંગતતાઓન્ો દૃૂર કરવી પડશે. આથી યુવકો પોતાનું ભવિષ્ય સુધારી શકે. આજના વિદ્યાર્થીઓ એવું માનવા પ્રેરાય છે કે, ઉચ્ચ શિક્ષણ લેવા પાછળ ત્ોમન્ો ઘણો ખર્ચ કરવો પડે છે. પોતાના માવતરની સિમિત આવક અને વધતી મોંઘવારીથી માતા-પિતા પોતાના સંતાનોનો શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકવા અસમર્થ હોય છે. આથી ત્ોઓ પોતાના બાળકોન્ો નાનપણથી રોજગારી મેળવવા માટે સ્ાૂચન કરે છે. વર્તમાન શિક્ષણ પ્રણાલી અને દૃેશમાં ચાલતા શાળા અથવા કોલેજના સ્તરે મેળવે છે ત્ોનો ઉપયોગ વ્યવહારિક જગતમાં થતો નથી. માત્ર ડિગ્રી મેળવવા પ્ાૂરતું શિક્ષણ રહૃાું છે.
વિદ્યાર્થીએ વર્ષો સુધી મહેનત કરી હોય સારા ટકા મેળવ્યા હોય તો પણ સારી નોકરી મળતી નથી. બીજી તરફ એવી સ્થિતિ થાય છે કે, વિદ્યાર્થી જે શહેરમાં રહેતો હોય છે ત્યાં ત્ોન્ો સારી નોકરી મળતી નથી આથી ત્ોમન્ો પોતાનું નગર છોડીન્ો બીજા નગરમાં નોકરી મેળવવા જવું પડે છે જેથી આર્થિક ખર્ચ વધે છે.
આથી યુવાનો એવું માનવા પ્રેરાય છે કે, સારૂ શિક્ષણ મેળવવા નાણાનો ખર્ચ તથા સમય બરબાદૃ કર્યો છે કારણ કે, ત્ોમન્ો ત્ોમની ઇચ્છા મુજબની નોકરી કે વેતન મળતું નથી.
હવે દૃેશમાં ડિજિટલ યુગ પણ શરૂ થઇ ચૂકયો છે આથી પરંપરાગત નોકરી શોધવાના સ્થાન્ો યુવાનો સામે રોજગારીની નવી તકો પણ વધી છે આથી યુવકો ભણતર મેળવવામાં સમય પસાર કર્યા વગર આધુનિક સ્તરે વિવિધ ડિજિટલ માધ્યમોના ઉપયોગથી સારી તકો મેળવી પોતાનું જીવન સુધારી શક્વા સક્ષમ થયા છે.
