ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 35 મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – 2026, જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ ગાંધીનગર માં રમાઇ રહેલ છે. ગુજરાત ના 23 જીલ્લા ની ટીમો જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહેલ છે. બધી ટીમો ને 7 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે અને ગ્રુપ સ્ટેજ ના મેચ ચાલુ છે. રાજકોટ ના ગ્રૂપ માં છોટાઉદેપુર, જામનગર અને મહેસાણા ની ટીમો હતી. રાજકોટ ની ટીમે પોતાના ગ્રુપ માં શાનદાર પ્રદર્શન કરી 20.7.206 ના રોજ રમાયેલ મેચ માં જામનગર ની ટીમ ને 21-0 થી, 21.7.2026 ના રોજ રમાયેલ મેચ માં છોટાઉદેપુર ની ટીમ ને 25-0 થી અને 22.7.2026 માં રોજ રમાયેલ મેચ માં મહેસાણા ની ટીમ ને 5-0 થી મહાત આપી જોરદાર રમત રમી ક્વાર્ટર ફાઇનલ માં પોતાની જગ્યા પાકી કરી લીધેલ છે. ક્વાટર ફાઇનલ મેચ 26.07.2026 ના રોજ આણંદની ટીમ સાથે રમવાનો છે. રાજકોટ ની ટીમ માં રાજન રૈયાણી (ગોલ કીપર તથા કેપ્ટન), અમન રૂદાતલા, નિત્યારાજસિંહ જાડેજા, હરિવંશ પટેલ, પ્રસન્ન ધોળકિયા, આરવ જગાણી, વેદ ચિત્રોડા, સમર્થ ઠાકર, એડમ ગૂસાઈન, અદ્વૈથ પ્રદીપ, અનિકેત ગુપ્તા, વૈદિક જાવિયા (ગોલ કીપર), વ્યોમ ધામેલિયા, માધવ બોરિચા, કબીર ચૌહાણ, આર્યન પટેલ, આયુષ નાયક, રામ ઓઝા, નિહાલ દિવેચા, આદર્શ મિશ્રા, હેડ કોચ અમીત સિયાળીયા તથા મેનેજર દીપકરાવ યશવંતે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ડી.વી. મહેતા બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા, જીવનસિંહ બારડ, અમૃતલાલ બૌરાસી, અજય ભટ્ટ, રાજેશ ચૌહાણ, મનદીપસિંહ બારડ, આશિષ ગુરુંગ, રફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા, રોહિત પંડિત, પૃથ્વી જેઠવા, સહિતના એસોસિએશન ના સભ્યોએ ટીમ ને ક્વાટર ફાઇનલ માં પહોચવા બદલ અભિનંદન પાઠવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
આજથી મોળાકત વ્રતનો આરંભ સોમવારથી જયાપાર્વતીનું વ્રત તા.31ને શુક્રવારે જાગરણ
અષાઢ સુદ અગિયારસને તારીખ 25 જુલાઈ ને શનિવાર થી મોળાક્ત વ્રતનો પ્રારંભ થશે જે અષાઢ સુદ... -
ચાંદીપુરાના કેસ જાહેર કરવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સતાધિશોની નાદારી
ગંભીર વાયરસની માહિતી છુપાવવા એકબીજાને ખો : મિડિયા ઈન્ચાર્જે પણ હાથ ઉંચા કરી દિધા સમગ્ર ગુજરાતમાં... -
લઘુઉદ્યોગ ભારતી PFRDA દ્વારા પેન્શન યોજનાની માહિતી અપાઈ
માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ માટે નાણાકીય સુરક્ષા અને નિવૃત્તિ માટેની તૈયારીને પ્રોત્સાહિત કરવા માટે પેન્શન...
