નવા વર્ષે ભારતીય ટપાલ વિભાગના મહત્વના ફેંસલા ટપાલ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ લેટર મેલ સેવા બંધ કરવાની તૈયારી

રજિસ્ટર્ડ સ્મોલ પેકેટ સેવા પણ બંધ થઇ જશે

નવા વર્ષની શરૂઆત સાથે ભારતીય ટપાલ અનેક ફેરફાર કરવા જઇ રહ્યું છે. જાન્યુઆરી-2026થી પસંદગીની આઉટ વર્ક ઇન્ટરનેશનલ લેટર મેલ સેવાઓને બંધ કરવાની તૈયારી છે. આ બારામાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ સુધારાનો ઉદેશ સેવાઓને બદલાતા ગ્લોબલ ઇ-કોમર્સ સ્ટાન્ડર્ડ સાથે જોડવાનો છે. આ ઉપરાંત ગ્રાહકના અનુભવ, સેવાની વિશ્ર્વ સનીયતા અને ટ્રેક કરવાની સુવિધા અને સુરક્ષાને બહેતર બનાવવાનો છે.
અહેવાલો અનુસાર, સર્વિસ બહેતર બનાવવાની કવાયત અંતર્ગત ટપાલ વિભાગે કેટલીક આંતરરાષ્ટ્રીય લેટર પોસ્ટ સેવાઓને તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવાઓમાં એ સેવાઓને સામેલ કરવામાં આવી છે જેમાં ટ્રેકીંગની સુવિધાઓ છે કે નહીં કે પછી સીમીત છે. આનો ઉદેશ જવાબદાર અને ગ્રાહક અનુકુળ વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો છે.
યુનિવર્સિલ પોસ્ટલ યુનિયનોના નવા નિર્ણયો મુજબ 1 જાન્યુઆરીથી રજિસ્ટર્ડ સ્મોલ પેકેટ સેવાઓ બંધ કરી દેવામાં આવશે. આ સાથે બહારના દેશોમાં સમુદ્રી કે હવાઇ માર્ગથી મોકલવામાં આવતી નાની પેકેટ સેવા અને અન્ય સામગ્રી મોકલવાની સુવિધા પણ બંધ થઇ જશે.
બહારની ટપાલ વસ્તુઓ માટે સરકેસ લેટર મેલ સેવા અને સરફેસ એર લિફટેડ લેટર મેલ સર્વિસ પણ બંધ થઇ જશે.
શા માટે આવો નિર્ણય કરવામાં આવ્યો? માનવામાં આવે છે કે સરકારે નાના પેકેટ સેવાઓમાં સીમિત હોવા કે કોઇ ટ્રેકીંગ ન હોવું, ડિલીવરીમાં વધુ સમય લાગવો, ડેસ્ટીનેશન દેશોમાં વધતા કસ્ટમ સુરક્ષા નિયમો અને અનેક વિદેશી પોસ્ટલ એડમિનિસ્ટ્રેશન
તરફથી એવી ચીજોનો ઓછો સ્વીકાર કરવો જેવા પડકારોને નિવારવા આ પગલા ભરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ