દેશી-વિદેશી ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સથી લઈ ભારતીય બેંકોએ પણ ખિસ્સા ભરી લીધા આ વર્ષે આઈપીઓથી લીડ મેનેજર પણ કમાણા: રૂા.4113 કરોડની ફી મળી

આ વર્ષે રજુ થયેલા આઈપીઓના જબરા જુવાળમાં ઈન્વેસ્ટરો તો કમાયા જ છે પરંતુ સૌથી મોટી કમાણી ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને થઈ છે. જેણે આઈપીઓને એન્ડ્રોસ કરીને 2025માં રૂા.4100 કરોડની નિશ્ર્ચિત કમાણી કરી લીધી છે. આ વર્ષે અંદાજે બે લાખ કરોડના આઈપીઓ રજુ થયા હતા અને તેમાં ઈન્વેસ્ટર બેંકર્સ જે પ્રકારે ફી ઉપરાંત જો આઈપીઓ ન ભરાય તો પોતે શેર ખરીદવા માટે એન્ડ્રોસમેન્ટ કરે છે તે તમામની તગડી કમાણી ઈન્વેસ્ટર બેંકોએ કરી છે અને અત્યાર સુધીમાં લીડ મેનેજર તરીકે ઓળખાતા આ ઈન્વેસ્ટમેન્ટ બેંકરોએ રૂા.4113 કરોડની ફી વસુલી છે. સામાન્ય રીતે આ પ્રકારની ફી આઈપીઓની સાઈઝ મુજબ હોય છે જે 1.75 ટકાથી 2.25 ટકા સુધીની હોય છે. સૌથી વધુ કમાણી એલજી ઈલેકટ્રોનીકના આઈપીઓમાં થઈ છે જેમાં લીડ મેનેજરોએ રૂા.226 કરોડ કમાયા હતા જયારે હેકસવેર ટેકનોલોજીના આઈપીઓમાં રૂા.215 કરોડ, ટાટા કેપીટલના આઈપીઓમાં રૂા.159 કરોડ, ગ્રો કે જે બિલીયોનર્સ ગેરેજ વેન્ચર તરીકે ઓળખાતી કંપની છે તેના આઈપીઓમાં રૂા.152 કરોડની કમાણી થઈ છે. તમામ આઈપીઓમાં આ પ્રકારે ફી વસુલાય છે.

રિલેટેડ ન્યૂઝ