કાયદૃાનો ભંગ કરશો તો આકરી સજા થશે: યુએસ દૃૂતાવાસની ચેતવણી;H-1B વિઝા ફી વધારા સામેની અપીલને US ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી

ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદૃે ઇમિગ્રેશનનો અંત લાવવા તથા દૃેશની સીમા અને નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ

એચ-વન બી વિઝામાં થઈ રહેલા ભારે વિલંબ વચ્ચે ભારત ખાતેના અમેરિકાના દૃૂતાવાસે બુધવારે ચેતવણી આપી હતી કે દૃેશના કાયદૃાનું ઉલ્લંઘન કરનારા લોકોને આકરી સજા ફટકારવામાં આવશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળનું હાલનું વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદૃે ઇમિગ્રેશનનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.દૃૂતાવાસે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જો તમે અમેરિકાના કાયદૃાનો ભંગ કરશો તો તમને ફોજદૃારી દૃંડની મોટી સજા ફટકારવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદૃે ઇમિગ્રેશનનો અંત લાવવા તથા દૃેશની સીમા અને નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.આ ચેતવણીના એક દિૃવસ પહેલા અમેરિકાના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ૈંઝ્રઈ)એ જણાવ્યું હતું કે તેને ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળક પર બળાત્કાર, ઘરેલુ િંહસા અને માનવ તસ્કરી સહિતના જઘન્ય ગુનાઓમાં દૃોષિત ઠેરવવામાં આવેલા સૌથી ખુંખાર ગુનેગારોની ધરપકડ કરી છે. ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ વર્ષમાં ૈંઝ્રઈએ દૃેશમાં સૌથી ખુંખાર ગુનેગાર ગેરકાયદૃેસર વિદૃેશીઓને અવિરતપણે નિશાન બનાવ્યાં છે. એજન્સીનો નવા વર્ષનો સંકલ્પ વિદૃેશી ગુનેગારોની ધરપકડ કરવાનો છે. ૨૦૨૫ના વર્ષ દૃરમિયાન ૈંઝ્રઈ અધિકારીઓએ દૃેશભરમાંથી ગેરકાયદૃે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવા અથવા અટકાયત કરવા માટે અનેક દૃરોડા પાડ્યાં હતાં. આ કાર્યવાહી માટે તેમને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે એચ-વનબી વિઝા પ્રોગ્રામમાં પણ મોટા ફેરફાર કર્યા હતાં.એચ-વનબી વિઝા ફીને વધારીને ૧ લાખ ડોલર કરવાના પ્રેસિડન્ટ ટ્રમ્પના નિર્ણયને પડકારતી અરજીને અમેરિકાના કોલંબિયા ડિસ્ટ્રિક્ટની કોર્ટે ફગાવી દૃીધી હતી.
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ નિયુક્ત કરેલા જજ બેરિલ હોવેલે ચુકાદૃોમાં જણાવ્યું હતું કે ફી લાદૃવાની ટ્રમ્પ પાસે કાયદૃેસરની સત્તા છે. જોકે અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન યુએસ ચેમ્બર ઓફ કોમર્સે આ ચુકાદૃાને પડકાર્યો છે.

રિલેટેડ ન્યૂઝ