ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે
ભારતમાં ગિગ ઇકોનોમી સાથે જોડાયેલા લાખો શ્રમિકો માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદૃ રહી છે. ભારત સરકારે સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ નવા ડ્રાટ નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નિયમો લાગુ થવાથી ડિલિવરી પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓને સ્વાસ્થ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળશે.
નવા નિયમો મુજબ, સામાજિક સુરક્ષાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ અમુક ચોક્કસ સમયગાળા માટે કામ કરવું અનિવાર્ય રહેશે.- િંસગલ પ્લેટફોર્મ વર્કર્સ: જો કોઈ વર્કર માત્ર એક જ કંપની સાથે જોડાયેલ હોય, તો તેણે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિૃવસ કામ કરવું પડશે.
- મલ્ટી-પ્લેટફોર્મ વર્કર્સ: જો વર્કર એકથી વધુ પ્લેટફોર્મ પર કામ કરે છે, તો કુલ કાર્યકાળ ૧૨૦ દિૃવસ હોવો જોઈએ. – કામની ગણતરી: વર્કર જે દિૃવસથી પ્રથમ વખત કમાણી કરવાનું શરૂ કરશે, ત્યારથી તેના કામના દિૃવસો ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ એક જ દિૃવસમાં ત્રણ અલગ-અલગ કંપનીઓ સાથે કામ કરે છે, તો તેને ત્રણ દિૃવસનું કામ ગણવામાં આવશે. સરકારે ગિગ વર્કર્સ માટેની આ યોજનાને અત્યંત પારદૃર્શક અને સુલભ બનાવવા માટે મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂક્યો છે. આ અંતર્ગત ૧૬ થી ૬૦ વર્ષની વય ધરાવતા તમામ ડિલિવરી પાર્ટનર્સ રજીસ્ટ્રેશન કરાવી શકશે. દૃરેક વર્કરે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું આધાર િંલક્ડ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે, જેના આધારે તેમને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (ેંછદ્ગ) અને ડિજિટલ ઓળખ કાર્ડ ફાળવવામાં આવશે.
