BIS દ્વારા હાઈ-વોલ્ટેજ કેબલ્સ માટેના નવા ગુણવત્તા ધોરણો અને ગ્રીડ ઇન્ટિગ્રેશનના પડકારો પર ચર્ચા
મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં “ક્લીન એનર્જીને સક્ષમ કરતા કેબલ્સ: રિન્યુએબલ એનર્જી ઇન્ટરવોવન વિથ લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિસ્કશનમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણ નિષ્ણાતોએ ગ્રીન એનર્જી અને અત્યાધુનિક કેબલ ટેકનોલોજીના ભવિષ્ય અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. NTPC-Greenના જનરલ મેનેજર શ્રી જી.એચ. એન. રાવે પવન ઉર્જા પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે NTPC વર્ષ 2032 સુધીમાં 60 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવા કટિબદ્ધ છે. તેમણે પવન ઉર્જા પ્રોજેક્ટ્સમાં જમીન ચકાસણીથી લઈને ટાવર ઇરેક્શન અને જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સાધનોના પરિવહન દરમિયાન આવતા પડકારો તેમજ ગ્રીડ ઇન્ટિગ્રેશનના ઉકેલો પર ભાર મૂક્યો હતો.
ઇઈંજ અમદાવાદના ડાયરેક્ટર અને વડા સુમિત સેંગરે ઈલેક્ટ્રિકલ કેબલ્સ માટેના ભારતીય ધોરણો વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગ્રાહકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા તેમણે ઙટઈ કેબલ્સથી લઈને ઊટ ચાર્જિંગ કેબલ્સના પરીક્ષણ અને ગુણવત્તાના મહત્વને સમજાવ્યું હતું. આ સાથે ઈંઈંઝ મદ્રાસના પ્રોફેસર કે.શાંતિ સ્વરૂપે પાવર ગ્રીડની સુરક્ષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન આપી ડિજિટલ પ્રોટેક્શનની અનિવાર્યતા સમજાવી હતી.
આ પેનલ ચર્ચામાં ઙૠઈઈંકના આદર્શ સિંઘ, યુનિવર્સલ કેબલ્સના વાય.એસ. તિવારી, ઊંઊઈં ઇન્ડિયાના સુરિન્દર જૈન અને ઊંઉંઊં એન્જિનિયરિંગના જીનેશ શાહે પણ પોતાના અનુભવો અને ટેકનિકલ જ્ઞાનનો લાભ આપ્યો હતો.
