લીંબડીના પરનાળા ગામે ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા પરિવાર પર હુમલો

પિતા અને ત્રણ પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા: પોલીસમાં ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થા એટલી બધી હદે કથળી છે કે લોકો પોતાની જમીન હોવા છતાં પણ વાવેતર કરી અને દાદાગીરી કરી અને ઢોર ઢાકર પાડી અને ખેતરોમાં ઊભ મોલ ચરાવી દેવાનીઅને દાદાગીરી કરી અને પરિવારજનોને મારવાની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામે ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા પરિવારો પર ધોકાધારીયા લઈ અને હુમલો કરવામાં આવ્યો છે જેમાં પિતા અને ત્રણ પુત્રોને ગંભીર રહી જાઓ પહોંચી છે.જેમાં પિતાની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જેમને તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર સારવાર માટે ખજડવામાં આવ્યા હોવાનું અને પોલીસ તંત્રને જાણકારી આપી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા બનાવો અવારનવાર બને છે અને પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં ન આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
ત્યારે ખેતરોમાં દિન રાત મહેનત કરી અને વાવેતર કરી અને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે આવા પશુપાલકો પોતાના ઢોર અને માલ ઢોરને લઈ અને ત્યાં સારો વાવેતર હોય ત્યાં ઢોરને ખેતરોમાં ખુલ્લામાં મૂકી અને મોટી માત્રામાં નુકસાન કરતા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામે ખેતરમાં ઢોર ચઢાવવા બાબતે હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો અનુસાર લીંબડી તાલુકાના પરનાળા ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બન્ને જ્ઞાતિના લોકો હિંસક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. ખેતરમાં પશુ ચરાવવા બાબતે આ મારામારી થઈ હોવાનું અનુમાન છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ