ફિલ્પકાર્ટમાં રૂ.૧૪,૪૪૦ કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે

દિૃગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જોઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદૃો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદૃારી વોલમાર્ટને વેચી દૃીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદૃો આપતા કહૃાું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદૃાર નથી. ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે થયેલા આ સોદૃામાં કેપિટલ ગેઈન્સ (મૂડી નફો) પર ભારતમાં ટેક્સ લાગુ થશે.

રિલેટેડ ન્યૂઝ