ફેક્ટરીમાં બે દિવસમાં ખાંડ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે
તાલાલા પંથકની જીવાદોરી સમાન 13 વર્ષથી બંધ પડેલ તાલાલા ખાંડ ફેક્ટરી પુન:ઘમધમતી થતાં તાલાલા પંથકમાં સર્વત્ર ખુશીની લહેર પ્રસરી છે. તાલાલા પંથકમાં આવેલ એકમાત્ર ઉદ્યોગ જે 13 વર્ષથી બંધ હતો તે પુન: શરૂ કરવા ઇન્ડિયન પોટાશ લિ.નવી દિલ્હી ને 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવેલ..કંપનીએ 100 કરોડ થી પણ વધુ ખર્ચ કરી તાલાલા ખાંડ ફેક્ટરી નો સંપૂર્ણ જીર્ણોધ્ધાર સાથે સંસ્થાને પુન: ધમધમતી કરી રવિવારે સાંજે 7:15 કલાકે શેરડીનું પીલાણ શરૂ કર્યું છે.બે દિવસમાં ખાંડ નું ઉત્પાદન શરૂ થઈ જશે.સંસ્થા દ્વારા તાલાલા પંથકના ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાની કામગીરી શરૂ કરી છે.તાલાલા ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થતાં અગણિત લોકોને આજીવિકા પ્રાપ્ત થશે.સંસ્થામાં શેરડી પીલાણ કરી ખાંડનું ઉત્પાદન શરૂ કરવાનાં ઉદધાટન પ્રસંગે કંપનીના જનરલ મેનેજર યોગેશકુમાર રાઠી,ચીફ એન્જિનિયર ડી.આર.ઓડેદરા,ખેતિવાડી વિભાગના યાતેન્દ્ર પવાર,એચ.આર.શ્રી અરવિંદ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
