40થી વધુ સભ્યો નીતિન નબીનની તાજપોશીમાં હાજર રહેશે
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે હાલ કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહેલા નીતીન નબીને આજે નામાંકન કર્યુ છે અને કાલે તેઓ વિધિવત રીતે બિનહરીફ ચુંટાઈ આવશે. આ રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણી વરણી પ્રક્રિયામાં ભાગ લેવા રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્ર્વકર્મા સહિત ગુજરાત ભાજપની સંગઠન સાથે જોડાયેલી પુરી ટીમ દિલ્હી પહોંચી છે અને કાલે શ્રી નિતીન નબીન વિધિવત રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચુંટાયેલા જાહેર થશે તે સમયે હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશ્ર્વ આર્થિક ફાંસીની બેઠકમાં ભાગ લેવા દાવોસ ગયા હોવાથી તે આ પ્રક્રિયામાં જોડાઈ શકશે નહી ત્યારે દિલ્હી પહોંચેલા મહાનુભાવોમાં ભાગ લેશે.
ભૂપેન્દ્રભાઈ પટેલ – મુખ્યમંત્રી, સી. આર. પાટીલ – કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, મનસુખભાઈ માંડવિયા – કેન્દ્રીય મંત્રી, નિમુબેન બાંભણિયા – કેન્દ્રીય મંત્રી, રાજેન્દ્રસિંહ રાણા – પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પરશોત્તમ રૂપાલા – સાંસદ તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, જીતુ વાઘાણી – કેબિનેટ મંત્રી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, નિતીન પટેલ – પૂર્વ ઉપમુખ્યમંત્રી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – પૂર્વ મંત્રી, રાજની પટેલ – પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ભરતસિંહ પરમાર – પૂર્વ સાંસદ (રાજ્યસભા) આ ઉપરાંત જયસિંહ ચૌહાણ – પૂર્વ સાંસદ (રાજ્યસભા), વિનોદ ચાવડા – સાંસદ (લોકસભા), જશવંતસિંહ ભાભોર – સાંસદ (લોકસભા), શંભુપ્રસાદ ટુંડિયા – ધારાસભ્ય તથા એસ.સી. મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી, વેલજી માસાણી – ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રતનસિંહ રાઠોડ – પૂર્વ સાંસદ (લોકસભા), માયાબેન કોડનાની – પૂર્વ ધારાસભ્ય, જગદીશ પટેલ – પૂર્વ ધારાસભ્ય, અમીબેન પરીખ – જામનગરના પૂર્વ મેયર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે વિશેષ આમંત્રિત સભ્યો તરીકે જયારે પ્રદેશની ટીમમાં જગદીશભાઈ વિશ્વકર્મા – પ્રદેશ ભાજપા અધ્યક્ષ, રત્નાકર – પ્રદેશ સંગઠન મહામંત્રી, આર. સી. ફળદુ – પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, આઈ. કે. જાડેજા – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા તથા પૂર્વ મંત્રી, દર્શનાબેન જરદોશ – પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્રદિપસિંહ જાડેજા – પૂર્વ મંત્રી, ભાવનાબેન દવે – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ પણ સામેલ થશે. આ ઉપરાંત જયબેન પટેલ – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, સુરેન્દ્ર પટેલ – પૂર્વ પ્રદેશ કોષાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, ગોરધન ઝડફિયા – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ મંત્રી, બાબુ જેબાલિયા – કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તથા કિસાન મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, ડો. પરિન્દુ કે. ભગત – પ્રદેશ કોષાધ્યક્ષ પણ હાજર રહેશે.
