કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના અમલીકરણ પૂર્વે કર્મચારીઓના કલ્યાણ માટે જાહેર કરવામાં આવેલા ’સંયુક્ત પગાર ખાતા પેકેજ’ (Composite Salary Account Packageને લઈને કર્મચારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા ગઙજ કર્મચારી ફેડરેશને આક્ષેપ કર્યો છે કે આ પેકેજમાંથી આશરે 2.5 લાખ કર્મચારીઓને અન્યાયી રીતે બાકાત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે ફેડરેશને નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી, 2026ના રોજ આ વિશેષ પેકેજની જાહેરાત કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને બેંકિંગ અને વીમાની અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પેકેજના મુખ્ય ફાયદાઓ જોઈએ તાં કોઈપણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નહીં.
વ્યક્તિગત અકસ્માત વીમો રૂ.1.5 કરોડ સુધી અને એર અકસ્માત વીમો રૂ.2 કરોડ સુધી છે.સસ્તી લોન: હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર વ્યાજ દરમાં છૂટછાટ,લોકર રેન્ટલમાં ડિસ્કાઉન્ટ અને ફ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસનો સમાવેશ થાય છે.
ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડો. મનજીત સિંહ પટેલે પત્રમાં જણાવ્યું છે કે દેશની 5,000 જેટલી કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ (Central Autonomous
Bodies) અને દિલ્હી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત 2.5 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. આ કર્મચારીઓ પણ કેન્દ્ર સરકારના નિયમો હેઠળ જ સેવા આપે છે, છતાં તેમને બાકાત રાખવા તે ’સામાજિક અન્યાય’ છે.
જ્યારે એક તરફ આ નવા પેકેજ અંગે વિવાદ છે, ત્યારે બીજી તરફ 8મા પગાર પંચના અમલીકરણમાં પણ વિલંબની શક્યતા જોવા મળી રહી છે. 1 જાન્યુઆરી 2026ની ડેડલાઈન પસાર થઈ હોવા છતાં હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન આવ્યું નથી. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પણ પંચ લાગુ થશે, ત્યારે કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2026થી એરિયર્સ (અિયિફતિ) ચૂકવવામાં આવશે.
