ધો-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો તા. 5મી ફેબ્રુ.થી થશે પ્રારંભ

રાજકોટ શહેર જીલ્લાના 7600થી વધુ છાત્રો આપશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે તે પૂર્વે તા.5 ફેબ્રુઆરીથી ધો.12 સાયન્સની ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પ્રેક્ટીક્લ પરીક્ષા લેવામાં આવનાર છે.
આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ધો.12 સાયન્સની પ્રેક્ટીક્લ પરીક્ષા રાજકોટ ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી સેન્ટર પરથી લેવામાં આવનાર છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયા બાદ ધો.12 સાયન્સની પ્રેક્ટીકલ (પ્રાયોગીક) પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવેલ છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહની લેવાનારી આ પ્રેક્ટીક્લ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ રોજેરોજ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરાશે.
રાજકોટ શહેર-જિલ્લામાં આ વખતે અંદાજે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 7600થી વધુ વિદ્યાર્થીઓ પ્રાયોગીક પરીક્ષા આપનાર છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની આ પ્રાયોગીક પરીક્ષાના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય. આ અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દેવામાં આવેલ છે.
અહીં એ પણ ઉલ્લેખનીય રાજકોટ શહેર-જિલ્લામાં ધો.10 અને 12ની પરીક્ષામાં આ વખતે 78 હજારથી વધુ વિદ્યાર્થીઓ બેસનાર છે. તે પૂર્વે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાનો તા.5 ફેબ્રુ.થી પ્રારંભ થનાર હોય. આ અંગેની માર્ગદર્શિકા શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ