રનવેની એલવીપી સિસ્ટમ કાર્યરત થવાને પગલે હિરાસર એરપોર્ટમાં ગુરૂવારથી 3પ0 મીટર સુધીના ગાઢ ધુમ્મસમાં વિમાન ઉડી શકશે


પાયલોટ રનવેની સપાટીના નિશાનો સેન્ટર લાઇનની લાઇટથી જોઇ શકશે

રાજકોટ હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં વહેલી શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસ અને ઘણીવાર પ્રદુષણથી પણ વિઝિબિલિટી ઘટી જતા ફલાઈટનાં આવાગમનમાં બાધા ઉભી થતા ફલાઈટને ડાયવર્ટ કરવી, ડીલે કરવી સમસ્યા ઉદ્ભવની હોય છે. આ સમસ્યાને નિવારવા ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વેમાં મહત્વનો ફેરફાર સાથે એલવીપી સીસ્ટમ ફીટ કરવામાં આવી છે જે આગામી ગુરુવાર તા.22મીથી શરૂ કરવામાં આવતા હવે 550 મીટરના બદલે 350 મીટર સુધી અથવા તેનાથી ઉપર રહે ત્યાં સુધીની દ્રશ્યતા (વિઝિબિલિટી)માં ફલાઈટ ટેકઓફ થઈ શકશે. હીરાસર ખાતે આવેલા રાજકોટ એરપોર્ટમાં હાલ 550 મીટરથી વધુ દૂરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું ન હોય એટલે કે વિઝિબિલિટી (દ્રશ્યતા) તેના કરતા ઓછી હોય ત્યારે વિમાનને ટેકઓફ કરતા અટકાવી દેવાય છે પરંતુ, હવે આ વિઝિબિલિટી 550મીટરમાં 200 મીટર સુધી ઘટીને 350 મીટર સુધી પહોંચે તો પણ વિમાન ઉડાન ભરી શકશે. આ માટે જરૂરી એલવીપી (લો વિઝિબિલિટી પ્રોસીઝર) તા. 22 જાન્યુઆરીથી શરુ કરાશે.
દેશભરમાં ખાસ કરીને સવારના સમયે ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્ર સહિત ગાઢ કે આછુ ધુમ્મસ છવાયેલું રહે છે, હવામાન ઉપરાંત પ્રદુષણથી પણ વિઝિબિલિટી ઘટી જતી હોય છે. આ કારણે અનેકવાર ફૂફ્લાઈટ કેન્સલ કરવાની કે મોડી કરવાની નોબત આવે છે. ખાસ કરીને શિયાળા કે ચોમાસામાં આવું અનેકવાર થતું હોય છે.તેવા સમયે આ એલવીપી સિસ્ટમ ઉપયોગી નિવડશે.
એરપોર્ટના સૂત્રો અનુસાર હવે રનવે વિઝયુઅલ રેન્જ (આરવીઆર) એટલે કે પાયલોટને રનવે સ્પષ્ટ જ્યાં સુધી દેખાતો હોય તે અંતર એટલે કે વિઝિબિલિટી ફલાઈટ ફરી આ દ્રશ્યતા 550 મીટરથી 550 મીટરથી નીચે ઉતરે તો હાલ વધે કરી નહીં ત્યાં સુધી ટેકઓફ ત્યાં સુધી શકતી નથી. પરંતુ, હવે તા.22થી ફ્લાઈટના ડિપાર્ચરની 350 મીટર સુધી દ્રશ્યતા ઘટે ત્યાં સુધી મંજુરી અપાશે.
અલબત, આ માટે એ.ટી.સી.માં તાલીમબધ્ધ કુશળ સ્ટાફ કે વિઝિબિલિટીનું બરાબર મોનીટરીંગ કરે તે જરૂરી છે તેમજ પાયલોટ પણ આ સીસ્ટમ માટે તાલીમબધ્ધ હોય તે જરૂરી છે.રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં (આરવીઆર) રનવે વિઝયુઅલ રેન્જમાં સુધારો કરતા
પાયલોટ રનવે સપાટીના નિશાનો અથવા રનવેની સેન્ટર લાઈનને અંકિત કરતી લાઈટ્સ જોઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ