કેનેડાના પીએમનું સણસણતું નિવેદૃન
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દૃાવોસમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ દૃાયકાઓથી ચાલી આવતી અમેરિકાના નેતૃત્વવાળી વિશ્ર્વ વ્યવસ્થા પર સીધો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું છે કે જૂનો દૃોર હવે ક્યારેય પાછો નહીં આવે. તેમણે સ્વીકાર્યું હતું કે આપણે માત્ર પરિવર્તનના સમયગાળામાંથી જ નથી પસાર થઈ રહૃાા, પરંતુ એક મોટી વૈશ્ર્વિક તૂટની વચ્ચે ઉભા છીએ, જ્યાં જૂની નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હવે અસરકારક રહી નથી.અમેરિકી વર્ચસ્વ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે, વૈશ્ર્વિકીકરણથી સૌનું ભલું થશે તેવી વાર્તા આંશિક રીતે ખોટી હતી. શક્તિશાળી દૃેશો પોતાની સુવિધા મુજબ નિયમો તોડતા રહૃાા અને વેપારના નિયમો હંમેશા એકતરફી લાગુ કરવામાં આવ્યા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં જે આર્થિક એકીકરણને સમૃદ્ધિનું માધ્યમ માનવામાં આવતું હતું, તે જ હવે સુરક્ષા માટે જોખમ અને હથિયાર બની રહૃાું છે. હાલમાં ટેરિફ અને સપ્લાય ચેઈનનો ઉપયોગ દૃબાણ લાવવાના સાધન તરીકે થઈ રહૃાો છે, જે વૈશ્ર્વિક પરસ્પર નિર્ભરતાને નબળી પાડી રહૃાો છે.કેનેડાના સંદૃર્ભમાં કડવી હકીકત સ્વીકારતા વડાપ્રધાને કહૃાું કે, માત્ર ભૌગોલિક સ્થાન કે પરંપરાગત ગઠબંધન હવે દૃેશની સુરક્ષા અને સમૃદ્ધિની ખાતરી આપી શકે તેમ નથી. જ્યારે આર્થિક જોડાણો જ તમને આધીન બનાવવાનું સાધન બની જાય, ત્યારે પરસ્પર લાભના ભ્રમમાં જીવવું જોખમી છે.
