સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂા.૭૦૦૦ જેટલો વધારો
વૈશ્ર્વિક તણાવ, ગ્રીનલેન્ડ વિવાદૃ, ચાંદૃીની માંગમાં વધારો થવાના કારણે આજે પણ સોના-ચાંદૃીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગઈકાલે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૧,૫૦,૫૬૫ પર બંધ થયો હતો, ત્યારે આજે બપોરે ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧,૫૭,૫૦૫ રૂપિયાની િંકમત પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદૃીનો ભાવ ગઈકાલે ૩,૨૩,૬૭૨ પર બંધ થયા બાદૃ આજે ૩,૩૪,૦૦૦ પર પહોંચી ગયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં ૭,૦૦૦ જેટલો વધારો અને ચાંદૃીના ભાવમાં ૧૦,૦૦૦થી વધુનો વધારો થયો છે.
ડેટા મુજબ ગઈકાલે ચાંદૃીનો ભાવ રૂ.૩,૨૩,૬૭૨ પર બંધ થયા બાદૃ આજે ૩૨૨,૫૬૬ પર ખુલ્યો હતો. ત્યારબાદૃ તેનો ભાવ નીચેમાં ૩,૨૦,૦૦૭ પર અને ઊંચામાં ૩,૩૫,૫૨૧ રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે સોનાની વાત કરીએ તો તેનો ભાવ ગઈકાલે ૧,૫૦,૫૬૫ પર બંધ થયા બાદૃ આજે ૧,૫૧,૫૭૫ પર ખૂલ્યો હતો. ત્યારબાદૃ તેનો ભાવ નીચેમાં ૧૫૧,૫૭૫ અને ઊંચામાં ૧૫૮,૩૩૯ પર પહોંચ્યો હતો.
સોનામાં તેજીના ૩ મુખ્ય કારણો
૧… વૈશ્ર્વિક તણાવ અને ગ્રીનલેન્ડ વિવાદૃ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદૃ અને યુરોપિયન દૃેશો પર લાદૃવામાં આવેલી ટેરિફની ધમકીને કારણે વૈશ્ર્વિક બજારોમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. જ્યારે પણ ટ્રેડ વોરની સ્થિતિ ઉભી થાય છે ત્યારે રોકાણકારો શેરબજારને બદૃલે સોનાને સુરક્ષિત રોકાણ માનીને તેમાં રોકાણ કરે છે.
૨… રૂપિયામાં રેકોર્ડબ્રેક ઘટાડો : ભારતીય રૂપિયો અત્યારે ડોલર સામે રૂ.૯૧.૧૦ ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
રૂપિયાની નબળાઈને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદૃવામાં આવતા સોનાની લેન્ડિંગ કોસ્ટ વધી ગઈ છે, જેના કારણે ઘરેલું બજારમાં સોનું રૂ.૧.૫ લાખને પાર કરી ગયું છે.
૩… સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદૃી : ભારતની ઇમ્ૈં સહિત દૃુનિયાભરની સેન્ટ્રલ બેંકો પોતાના વિદૃેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સોનાનો સ્ટોક વધારી રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, ૨૦૨૫ ના રેકોર્ડ બાદૃ ૨૦૨૬ માં પણ આ માંગ સતત વધી રહી છે, જેને કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહૃાો છે.
ચાંદૃીમાં તેજીના ૩ મુખ્ય કારણો
૧… ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈફ) માં ચાંદૃીનો ઉપયોગ વધતા હવે તે માત્ર ઘરેણું નહીં પણ જરૂરી કાચો માલ બની ગઈ છે.
૨… ટ્રમ્પના ટેરિફનો ડર: અમેરિકી કંપનીઓ ટેરિફના ડરથી ચાંદૃીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, જેનાથી ગ્લોબલ સપ્લાયમાં ઘટાડો થયો છે.
૩… ઉત્પાદૃન અટકવાનો ભય: મેન્યુફેક્ચરર્સ ભવિષ્યમાં અછત સર્જાવાના ડરથી અત્યારથી જ મોટાપાયે ખરીદૃી કરી રહૃાા છે.
નિષ્ણાંતોના મતે, જો મધ્ય પૂર્વમાં તણાવ વધશે તો સોનું આ વર્ષે રૂપિયા ૧,૯૦,૦૦૦ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદૃીનો ભાવ રૂપિયા ૩.૨૦ લાખથી ૪ લાખ સુધી પહોંચવાની સંભાવના છે.
