ઇરાનન્ો નકશામાંથી ભૂંસી નાખવાની ટ્રમ્પની ચીમકી
યુરોપિયન સંઘ-નાટોના દૃેશો અન્ો અમેરિકા વચ્ચે તનાવ વધ્યો: ઇરાનના જવાબથી ટ્રમ્પ અકળાયા:યુધ્ધના ભણકારા
ગ્રીનલેન્ડથી લઈને ગાઝા પીસ બોર્ડ મુદે અમેરિકા અને યુરોપીયન દેશો વચ્ચે સતત ટકકર વધી રહી છે અને ખાસ કરીને ફ્રાન્સ તથા કેનેડા એ અમેરિકી દાદાગીરી સ્વીકાર્ય નહી બને તેવુ વલણ અપનાવ્યુ છે તે વચ્ચે અમેરિકાના વ્યાપારમંત્રી હોવાર્ડ લુટનીક એ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમની બેઠકમાં યુરોપીયન દેશોને સીધી ચેતવણી આપતા કહ્યું કે જો અમેરિકાના ટેરિફ સામે જવાબી ટેરિફ લાદવામાં આવશે તો તે યુરોપીયન દેશો માટે ભારે થઈ પડશે અને પછી જેવા સાથે તેવાની નીતિ અપનાવાશે અને વ્યાપાર યુદ્ધ છેડાશે. વિશ્ર્વભરના અર્થશાસ્ત્રીઓ અને અનેક રાષ્ટ્રવડાઓ વચ્ચેની વર્લ્ડ ઈકોનોમીક ફોરમની બેઠકમાં અમેરિકી વ્યાપારમંત્રીએ જણાવ્યું કે 2026ના પ્રથમ કવાર્ટરમાં જ અમેરિકાનું અર્થતંત્ર પાંચ ટકાથી વધુના દરે વિકાસ સાધી શકે છે અને હાલ અમારા વ્યાજદર પણ અર્થતંત્રને વધુ ઝડપથી આગળ વધવા માટે સાનુકુળ છે અને પાંચ ટકાના વિકાસદર સાથે અમેરિકી અર્થતંત્ર 30 ટ્રીલીયન ડોલરથી પણ આગળ વધી જશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર અમેરિકી વર્ચસ્વ સ્થાપવા સહિતના મુદે જે આક્રમક નીતિ અપનાવી છે તે સામે નાટો સહિતના યુરોપીયન દેશોમાં ભારે નારાજગી છે અને તે વચ્ચે અમેરિકાની આ સીધી ચેતવણી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જો કે અમેરિકાના વ્યાપારમંત્રીનો આ આશાવાદ વધુ પડતો હોવાનું માનવામાં આવે છે. આમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે અમેરિકાનો વિકાસદર 2.4 ટકા રહેવાની ગણતરી દર્શાવી છે. એ ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગ્રીનલેન્ડ મુદે વિરોધ કરનાર યુરોપીયન દેશો પર તા.1 ફેબ્રુઆરીથી 10 ટકા અને 1 જૂનથી 25 ટકા સુધી ટેરિફ લાદવાની ધમકી આપી છે તો યુરોપીયન દેશોએ પણ વળતા ટેરીફની ચીમકી આપી છે.
ઈરાનમાં ચાલી રહેલા િંહસક વિરોધ પ્રદૃર્શનો વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં કહૃાું હતું કે જો ઈરાનમાં આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આખો દૃેશ બરબાદૃ થઈ શકે છે. તેમના નિવેદૃનથી બંને દૃેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે.ટ્રમ્પે કહૃાું છે કે જો ઈરાન તેમની હત્યા કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા ઈરાનને દૃુનિયાના નકશા પરથી ભૂંસી નાખશે. ટ્રમ્પના એક નિવેદૃનના જવાબમાં ઈરાની લશ્કરી પ્રવક્તા જનરલ અબુલ ફઝલ શેકાર્ચીએ કહૃાું કે, “ટ્રમ્પ જાણે છે કે જો કોઈ અમારા વડા આયાતુલ્લાહ અલી ખામેની તરફ ખરાબ ઈરાદૃા સાથે હાથ લંબાવશે, તો અમે ફક્ત તેનો હાથ જ કાપશું નહીં, તેના સમગ્ર વિશ્ર્વને આગ લગાવી દૃઈશું.”
