રૂપિયામાં ફરી ધબડકો : ડોલર સામે 91.66ના તળીયે : આયાત મોંઘી થશે

કામકાજના પ્રારંભથી જ રૂપિયો સતત નીચે સરકતો રહ્યો :
68 પૈસા ગગડયો

સોના-ચાંદી, શેરબજાર, મેટલ સહિતની માર્કેટોમાં કેટલાક વખતથી ઉથલપાથલનો દૌર ચાલી રહ્યો છે તેવા સમયે હવે કરન્સી માર્કેટનો વારો આવ્યો હોય તેમ આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં 68 પૈસાનો કડાકો બોલી ગયો હતો અને 91.66ના તળીયે સરકી ગયો હતો.વિશ્ર્વસ્તરે યુધ્ધ, ટેરીફ વોર જેવા અનેકવિધ ઘટનાક્રમોના કારણે મેટલ સહિતની કોમોડીટી તથા શેરબજારમાં તિવ્ર પ્રત્યાઘાતો પડી જ રહ્યા છે અને તેની જ અસર કરન્સી માર્કેટમાં ઉભી થવા લાગી હોય તેમ આજે ડોલર સામે રૂપિયો નવેસરથી તિવ્ર દબાણમાં આવી ગયો હતો. વિદેશી નાણા સંસ્થાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાંથી કરોડો- અબજો રૂપિયા પાછા ખેંચી રહી છે. ટેરીફના કારણે ભારતને ફટકો છે. ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય ભૌગોલિક કારણોથી કરન્સી માર્કેટ દબાણમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ડોલર સામે રૂપિયાના ધબડકાથી અર્થતંત્રને મોટો ફટકો પડવાની આશંકા વ્યકત થવા લાગી છે.

રિલેટેડ ન્યૂઝ