ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે રોકાણકારોમાં જાગૃતિ ફેલાવવા માટે ‘ચેન્જ ધ સોચ-ક્ધયાકુમારી ટુ કાશ્મીર ડ્રાઇવ’ નામનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું

  • ફ્રેન્કલિન ટેમ્પલ્ટન (ઈન્ડિયા) એ આજે ‘ચેન્જ ધ સોચ – ક્ધયાકુમારી ટુ કાશ્મીર ડ્રાઇવ’ ને લીલી ઝંડી આપી હતી. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો હેતુ ખાસ કરીને મહિલાઓમાં નાણાંકીય સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. ભારતમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના 30 વર્ષની ઉજવણીને યાદ કરીને, આ 30 દિવસની યાત્રા દેશના દક્ષિણ છેડે ક્ધયાકુમારીથી શરૂ થશે, જેમાં 21 શહેરો આવરી લેવામાં આવશે અને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં સમાપ્ત થશે. ઇન્ટરેક્ટિવ નાણાંકીય શિક્ષણ સત્રો, નિષ્ણાંતોની સમજ અને સમુદાય જોડાણ દ્વારા, આ અભિયાનનો હેતુ મ્યુચ્યુઅલ ફંડ રોકાણના રહસ્યોને ઉજાગર કરવાનો અને હજારો ભારતીયોમાં તેમના નાણાંકીય ભવિષ્યની જવાબદારી લેવા માટે આત્મવિશ્વાસ પ્રેરિત કરવાનો છે.
    ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સાતવલેકર આ અભિયાનનું નેતૃત્વ કરશે, જે દેશભરમાં આ યાત્રા દરમિયાન નાણાંકીય સમાવેશને પ્રોત્સાહન આપશે. તેઓ દર બીજા દિવસે નવા શહેર કે ગામમાં રોકાઈને મહિલાઓના વિવિધ જૂથો માટે રોકાણકાર શિક્ષણ કાર્યશાળા યોજશે, જેમાં જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બચત, રોકાણ અને લાંબા ગાળાની સંપત્તિ બનાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ